Geo Gujarat News

ભરૂચ: મોટાલી ગામ નજીકથી ડિકંપોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો, પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચ તાલુકાના ઝનોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતાં અને ગડખોલ બદલી પામેલાં તબીબનો મૃતદેહ મોતાલી ગામ નજીકથી મળી આવ્યો હતો. તેઓ બે દિવસથી ગુમ હોવાથી શોધખોળ ચાલી રહી હતી. મોતાલી ગામ પાસે મૃતદેહ હોવાની જાણ થતાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી હતી. મૃતદેહ પર ઇજાના કોઇ નિશાન જોવા મળ્યાં ન હતાં. મૃતદેહની તલાશી દરમિયાન તેમાંથી લાયસન્સ અને આઇડી કાર્ડ મળતાં તેની ઓળખ રાજેશ સિંધા તરીકે થઇ હતી.અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે તપાસ કરતા મૃતક ઝનોર ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતાં. બે દિવસ પૂર્વે તેઓ અંકલેશ્વરના ગડખોલ પી.એચ.સી સેન્ટર પર એક દિવસ માટે ફરજ પર તેઓ આવ્યા બાદ ઘરેપરત પહોંચ્યા ન હતા.

મૃતદેહ પ્રથમ દ્રષ્ટિએ ગુમ થયેલ 43 વર્ષીય સરકારી મેડિકલ ઓફિસર રાજેશ કુમાર સિંધાનો હોવાની શંકા ઉદભવી હતી. પણ ચહેરો ડી કમ્પોઝ હોવાથી ખરેખર એજ છે કે કેમ.? તે પણ સવાલ ઉભા થયા હતા. પોલીસે પ્રાથમિક ધોરણે મૃતદેહને પી.એમ અર્થે ખસેડયો હતો.

મૃતક ઈસમ ડૉ.રાજેશકુમાર સિંધા છે કે કેમ ? તેમજ મૃતદેહ પર કોઈ ઇજા ન હોવાથી હત્યા કે પછી આત્મહત્યા.? તે સવાલનો જવાબ શોધવા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. તેમજ ડૉ રાજેશ કુમાર સિંધાના પરિજનોના ડી.એન.એ મેચ કરવા માટે પણ પોલીસ વિચારી રહી હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *