ભરૂચના ન્યુ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ગતરોજ સુરતના પટેલ પરીવારની કારને અકસ્માત નડયો હતો. જેમાં કાર ચાલક ઈસમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભરૂચ ખાતે બનેલા ન્યુ દિલ્હી એક્સપ્રેસ હાઈવે બન્યા બાદ તેના પણ અકસ્માત થવાની શરૂઆત થઈ ગઈ છે.સુરતના વેસુ વિસ્તારમાં રહેતા વિમલ શિવરામભાઈ પટેલ પોતાના પત્ની મનીષા અને બે બાળકો સાથે પોતાની કારમાં સુરતથી અમદાવાદ તેમના મોટા ભાઈના ઘરે ગયા હતાં.ગતરોજ ત્યાંથી નીકળી તેઓ ન્યુ દિલ્હી એક્સપ્રેસ હાઇવે પરથી સુરત પોતાના ઘરે પરત જઈ રહ્યા હતાં. આ સમય દરમિયાન ભરૂચ જિલ્લાના દયાદરા અને દેરોલની હદમાં આવતા તેમની આગળ ચાલી રહેલા આઇસર ટેમ્પોની વિપુલભાઈએ ઓવરટેક કરવા જતાં તેઓએ સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર આઇસર ટેમ્પોની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં વિપુલ પટેલને માથા,કપાળ અને કાનના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.તેઓ બેભાન હાલતમાં હાઈવે ઓથોરીટી એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં અને ત્યાર બાદ વધુ સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં ખસેડવા માં આવ્યા હતાં.જ્યાં સારવાર દરમિયાન હાજર તબીબે તેમને મરણ જાહેર કરતા જ પત્ની અને બાળકો ના આક્રંદથી વાતાવરણ ગમગીની બની ગયું હતું. ઘટના ની જાણ થતાં જ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ ડી.એ.ક્રિશ્ચિયન અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com