Geo Gujarat News

જંબુસર : કાવી PSI એ યુવાનને આપ્યું જીવનદાન, અકસ્માતનો ભોગ બનતા ખસેડયો હોસ્પિટલ

  • કાવી પોલીસ સ્ટેશનના મહિલા PSI વૈશાલી આહીરની સરાહનીય કામગીરી..
  • આમોદથી નાહિયેર ગામ વચ્ચે બાઈક સ્લીપ થતા અનોર ગામના યુવાનને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી..
  • રસ્તા ઉપરથી પસાર થતા મહિલા PSI એ પોતાની કાર રોકી 108 ને કોલ કરી ઈજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલ ખસેડયો..
  • મહિલા PSI ની કામગીરીને ગ્રામજનોએ બિરદાવી હતી..

ઇશ્વરીય જીવન વ્યવસ્થામાં મનુષ્ય અને મનુષ્યની વચ્ચે કોઇ ભેદ-ભાવ નથી. બધા જ માનવ અક સરખા છે. ઇશ્વરનો નિયમ અને કાનૂન બધી માનવજાત માટે ભલાઇ અને શાંતિનો છે. એનો એક પણ નિયમ માનવતા માટે નુકસાનકારક નથી. એનો નિયમ આખ બંધ કરીને માનવો જોઇએ અને એની આજ્ઞાનું પાલન કરવું જોઇએ.

આવી જ ઈશ્વરીય આજ્ઞાના પાલનનુ ઉત્તમ ઉદાહરણ આમોદ નાહિયેર ગામ વચ્ચે કાવી પોલીસ સ્ટેશનના મહિલા PSI વૈશાલી આહીરે પુરૂ પાડ્યું હતું. ગતરોજ આમોદથી નાહિયેર ગામ વચ્ચેથી પસાર થતા અનોર ઞામના સુરેશભાઈ રવજીભાઈ પઢિયાર નાઓ પોતાની બાઇક લઈને પસાર થતી વેળાએ બાઈક સ્લીપ થઈ જતા તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અને તેઓ રસ્તા પર પડી ગયા હતા.

તે વેળાએ જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશનના મહિલા PSI વૈશાલી આહીર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેઓએ ઇજાગ્રસ્ત યુવાનને જોઈ તાત્કાલિક પોતાની કાર થોભાવી 108 એમ્બ્યુલન્સને બોલાવી ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે રવાના કર્યો હતો. 108 એમ્બ્યુલન્સ ધટના સ્થળે નહીં પહોંચી ત્યાં સુધી તેઓ ઘટના સ્થળ પર જ રોકાયા હતા. મહિલા પીએસઆઇ ની કામગીરીને ગ્રામજનોએ બિરદાવી હતી.

આમ કાવી પોલીસ સ્ટેશનના મહિલા PSI એ પોતાની નૈતિક ફરજ અને માનવતાનો ધર્મ નિભાવી પોલીસ સાચે જ પ્રજાની મિત્ર છે તે ઉક્તિને સાર્થક કરી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *