Geo Gujarat News

સુરતમાં એક્ટ્રેસ સારા ખાનના હસ્તે ઓપન થયું ટ્રાઇકોસ બ્યુટી અને હેઈર કેર ઇન્સ્ટિટ્યૂટ

સુરતના અતિ પોશ એરિયા વેસુમાં એક્ટ્રેસ સારા ખાનના હસ્તે ટ્રાઈકોસ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું.

ટ્રાઇકોસ ઇન્સ્ટિટ્યૂટના વિઝનરી સીઇઓ દીપિકા ભાટીની આગેવાની હેઠળ, ટ્રાઇકોસ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ બ્યુટી અને હેઈર કેર સેક્ટરમાં વિશ્વ સ્તરીય ટ્રેનિંગ આપવા માટે પ્રતિબદ્ધ છે. અદ્યતન સ્કિલ અને નોલેજ દ્વારા મહત્વાકાંક્ષી બ્યુટી પ્રોફેશનલને સશક્ત બનાવવાના મિશન સાથે સંસ્થાનો હેતુ આ સેક્ટરમાં નવા બેન્ચમાર્ક સેટ કરવાનો છે.

સુરત સ્થિત ટ્રાઈકોસ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં બ્યુટી અને હેઈર રિલેટેડ સર્ટિફાઈડ કોર્સ દ્વારા કોઈપણ વ્યક્તિ તાલીમ લઇ શકે છે. ટ્રાઇકોસ કોસ્મેટોલોજી, હેર સ્ટાઇલ, મેકઅપ આર્ટિસ્ટ્રી, સ્કિનકેર સહિત અનેક મહત્વાકાંક્ષી બ્યુટી પ્રોફેશનલ્સની વિવિધ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તૈયાર કરાયેલા કોર્સની વિશાળ રેન્જ ઓફર કરે છે. તાલીમ લેનારને ડાયનેમિક બ્યુટી અને હેર સેક્ટરમાં સકેસફુલ કરિયર માટે અનુભવી પ્રોફેશનલ્સની હેન્ડ-ઓન ટ્રેનિંગ, ઈન્ડસ્ટ્રી ઈન્સાઈટ્સ અને મેન્ટરશિપનો લાભ મળશે.

ટ્રાઇકોસ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ દીપિકા ભટ્ટીએ જણાવ્યું કે, “અમે સુરતના વેસુમાં ટ્રાઇકોસ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બ્યુટી અને હેઈર કેર સેક્ટરમાં રસ ધરાવતા વ્યક્તિઓને લેટેસ્ટ અને હાલના સમયને જરૂરી એવી સ્કિલ અને એક્સપર્ટીસ આપવાની માટે એક્સાઈટેડ છીએ.” તેમણે વધુમાં કહ્યું, “અમારી સંસ્થા અદ્યતન સુવિધાઓ, અનુભવી ફેકલ્ટી અને પ્રતિભાને પોષવા તેમજ નવીનતાને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ વ્યાપક કોર્સથી સજ્જ છે. ટ્રાઇકોસ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટની ગ્રાન્ડ ઓપનિંગ બ્યુટી અને હેઈર કેર સેક્ટરમાં એક નવા યુગની શરૂઆત કરતી યાદગાર ઘટના બનવાનું વચન આપે છે.”

સારા ખાનના હસ્તે ઓપન કરવામાં આવેલું ટ્રાઇકોસ હાલ સુરતના વેસુ વિસ્તારમાં સ્થિત છે, સુરતના આ અદ્યતન બ્યુટી અને હેઈર કેર ઇન્સ્ટિટ્યૂટમાં તાલીમ મેળવવા ઓપનિંગ પહેલાથી જ ઘણો પ્રતિસાદ મળી રહ્યો છે.

સુરતના વેસુમાં એક્ટ્રેસ સારા ખાનના હસ્તે ઓપન થયું ટ્રાઇકોસ બ્યુટી અને હેઈર કેર ઇન્સ્ટિટ્યૂટ બ્યુટી અને હેઈર કેર સેકટરમાં ટ્રેઇનિંગ મેળવી કોઈપણ થઇ શકે છે આ ક્ષેત્રમાં એક્સપર્ટ ઓપનિંગ પહેલાથી જ સંસ્થાને મળી રહ્યો છે સારો એવો પ્રતિસાદ

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *