ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા પાસે માર્ગ અકસ્માતનામા એક વ્યક્તિનું સ્થળ ઉપરજ મોત નીપજ્યું હતું. સમગ્ર બનાવની મળતી માહિતી અનુસાર રાજપારડી તરફથી આવતી એક ફોર વ્હીલ અને મોપેટ ચાલક વચ્ચે આજ રોજ 10 વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમા એક વ્યક્તિનું ઘટના સ્થળ ઉપરજ કરુણ મોત નીપજ્યું હતું. તો અન્ય એક વ્યક્તિને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ઉમલ્લા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી પી.એમ અર્થે ઉમલ્લા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

કાદર ખત્રી, ઝઘડિયા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com