Geo Gujarat News

ભરૂચ: તવરા પાંચ દૈવી મંદિરનો ૧૧ માં પાટોત્સવની તડામાર તૈયારીઓ

ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આહીર સમાજ દ્વારા નવનિર્માણ પામેલ પાંચ દૈવી મંદિર ના 11 માં પાઠઉત્સવની તૈયારીઓ ચાલી રહી છે.

તવરા ગામે અલગ અલગ ગોત્ર ના આહીર પરિવારો દ્વારા તેવો ની કુળદેવી માતાજી પાંચ દૈવી મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે જે મંદિરમાં ખોડીયાર માતાજી મહાકાળી માતાજી સિંધવાઈ માતાજી મુગલાઈ માતાજી મેલડી માતાજી આમ તવરા ગામમાં વસતા પાંચ અલગ અલગ ગોત્રના આહિર પરિવારો એ તેવો ની કુળદેવી માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિરને આવનાર તારીખ 29/5/ 2024 ને બુધવારના રોજ મંદિરને 11 વર્ષ પૂર્ણ થતા 11માં પાઠવત્સવ ની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવનાર છે ત્યારે આવનાર તારીખ 29 /5 /2024 ના રોજ 11 માં પાટોત્સવ સાલગીરી મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે 9:00 કલાકે નવચંડિ યજ્ઞ સાંજે ચાર કલાકે શ્રીફળ હવન સાંજે 6:00 કલાકે મહાપ્રસાદી અને રાત્રે 07:15 કલાકે પાંચ દેવી મંદિરનો મહિમા બતાવતું ગુજરાતી ફિલ્મ પાંચ દૈવીના પરચા ગુજરાતી ફિલ્મનું વિમોચન તથા રાત્રે 9:00 કલાકે લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકગાયક ધર્મેશ બારોટ દૈવાંગી પટેલ વિશ્વ ગઢવી સહિતના નામાંકિત કલાકારો દ્વારા ડાયરાની રમઝટ બોલાવશે આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં નવા તવરા જુના તવરા સહિત આસપાસના ગામડા ના માય ભક્તો અને સમગ્ર જિલ્લા ભાડમાંથી આહીર સમાજ લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *