- જંબુસરમા ઓઇલની શોપ ધરાવતા આસિફભાઇ નામના યુવાન સાથે થયું ચીટિંગ..
- એમેજોનમાંથી ઓનલાઇન ઉપર ખરીદી કરતા ગ્રાહકો ચેતજો..
જંબુસરમાં ઇગલ ઓટો પાર્ટ્સ નામની દુકાન ધરાવતા મોહમ્મદ આસિફ ઇસ્માઈલ પટેલ નામના યુવાને એમેઝોન ઉપરથી એક iphone 20 તારીખના રોજ બુક કરાવ્યો હતો જે iphone ની ડીલેવરી એમેઝોન કંપની દ્વારા ગ્રાહકને કરવામાં આવી હતી પરંતુ જ્યારે ગ્રાહક તે પાર્સલનું ડીલેવરી પાર્સલ તોડતા તેની અંદરથી જેલીના ખોખા ની અંદર સાબુનું પાર્સલ નીકળતા ગ્રાહક સાથે ચીટિંગ થયાનું સામે આવતા ગ્રાહકે એમોજોનમા પોતાની સાથે ચીટિંગ થયું હોવાની રજૂઆત કરી હતી.

પરંતુ હજુ સુધી એમેજોન તરફથી ગ્રાહકને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી હલ જંબુસર ના ગ્રાહકે એમેજોન ઉપરથી ખરીદી કરતા ગ્રાહકોને ચેતી જવાની અપીલ કરી હતી એમેજોન તરફથી મોકલાવામાં આવતું પાર્સલ તોડી તેમા તૂટી જગ્યા ઉપર નવુ સ્ટીકર મારેલું જોવા મળ્યું હતું.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com