મહિલાની છેડતી કરવામા આવી હોય તેવા કિસ્સાઓ ઘણી વાર બને છે.આવા છેડતી કરનારાઓને બોધપાઠ આપતો ચુકાદો વાગરા અદાલતે આપતા છેડતી કરનારા તત્વોમાં ભયની લાગણી ફેલાઇ જવા પામી છે. બનાવની વિગત એવી છે કે, વાગરા તાલુકાના પીપલીયા ગામે રહેતા મહેશભાઈ અરવિંદભાઈ રાઠોડ દ્વારા ગામમાં રહેતી સ્ત્રીની લજ્જા ભંગ થાય તે રીતે છેડતી કરતા આ બનાવમાં ભોગ બનનાર મહિલા દ્વારા વાગરા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૩ માં ફરિયાદ આપવામા આવી હતી.

આ કેસમા મે. વાગરાના એડિશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ આર.સી. સોઢાપરમારની કોર્ટમા ચાલી જતા દલીલો તેમજ પુરાવો ધ્યાને લઇ નામદાર કોર્ટ દ્રારા આરોપી મહેશ અરવિંદ રાઠોડને LP.C. કલમ ૩૫૪ એ માં દોષીત ઠેરવી ૧ વર્ષની કેદની સજા તથા રૂ.૨૦૦૦/- નો દંડ અને દંડના ભરે તો વધુ બે માસની સજા તથા ભોગબનનાર ને રૂ.૧૦૦૦૦/- વળતર ચૂકવવાનો હુકમ ફરમાવતા આ પ્રકારની વૃતી કરવા ટેવાયેલા લોકોમા ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com