રાજસ્થાનના પાલી જીલ્લાના શિવપુરા ગામમાં રહેતા કાલુરામ રૂગારામ ચૌધરી પોતાની પત્ની ફોઉડી અને તેમની બાજુમાં રહેતા કાંતિલાલ સાથે પોતાની સ્વિફ્ટ ડિઝાઈર કાર નંબર-MH- 43- BA-2721 રાજસ્થાનથી મુંબઈ ખાતે જવા માટે નીકળ્યા હતા.આ દરમિયાન તેઓ મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ભરૂચ તાલુકાનાં કારેલા ગામ પાસે પુરપાટ ઝડપે દોડતી કાર આગળ ચાલતી ટ્રક સાથે ભટકાતાં અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં કાર ચાલક કાલુરામ રૂગારામ ચૌધરી અને તેઓની પત્ની અને તેમના પાડોશી ઇજાઓ પહોચતા ત્રણેયને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ભરૂચની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટના અંગે કાલુરામ ચૌધરીના કીમના ક્રિષ્ના રેસિડેન્સીમાં રહેતા નાના ભાઈ ગણેશકુમાર નેમારામ ચૌધરીને કરવામાં.આવતા તેઓ તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.જ્યાં પોતાના ભાઈને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન કરૂણ મોત નીપજયું હતું. અકસ્માત અંગે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com