Geo Gujarat News

ભરૂચ: તમામ પ્રકારની તૈયારીને આખરી ઓપ, ચૂંટણી અધિકારી અને ઓબ્ઝર્વર સહિતની ટીમે તમામ મતગણતરી રૂમોની સમીક્ષા કરી

આવતી કાલે ભરુચ લોકસભાની બેઠકની પણ મત ગણતરી કે.જે. પોલીટેકનીક કોલેજ ખાતે થનાર છે.જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મત ગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.ત્યારે જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરા,ડીડીઓ પી.એ.જોષી,ચૂંટણી ઓબ્ઝર્વર સંદિપ કૌર,નાયબ ચૂંટણી અધિકારી સુપ્રિયા ગાંગુલી સહિતના અધિકારીઓ મત ગણતરી સ્થળની મુલાકાત લઈને તેની તૈયારીઓની સમિક્ષા કરી અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી.

વિધાનસભા દીઠ અલગ અલગ 14 ટેબલો પર ગણતરી આ તમામ અધિકારીઓ ભરૂચ લોકસભા સંસદીય મત વિભાગમાં સમાવિષ્ટ કરજણ, ડેડીયાપાડા, જંબુસર, વાગરા,ઝઘડીયા,ભરૂચ,અને અંકલેશ્વર મળી કુલ સાત વિધાનસભામાં વિધાનસભા દીઠ અલગ અલગ 14 ટેબલો પર ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.જેમાં એક ટેબલ દીઠ 1- માઈક્રોઓબ્ઝર્વર, 1- કાઉન્ટીંગ સુપરવાઈઝર,1- આસિસટન્ટ સુપરવાઈઝર રહેશે.કુલ- 7 વિધાનસભા મળી 98 ટેબલ પર એકી સાથે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે. જ્યારે 18 ટેબલ પર પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે.

મતગણતરીમાં કુલ 471 સ્ટાફ હાજર રહેનાર છે આ સાતેય વિધાનસભા બેઠક મળી કુલ 471 જેટલો સ્ટાફ મતગણતરીમાં હાજર રહેનાર છે.સમગ્ર લોકસભા બેઠકમાં 23 રાઉન્ડમાં સંપન્ન થનાર છે.જે અંગે જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ માહિતી આપી હતી.વધુમાં તેમણે કે.જે.પોલીટેકનિક કોલેજ ખાતે મત ગણતરી હોય કોલેજ રોડ પર વાહનોની અવરજવર પર આવતીકાલે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે જેની તમામ જનતાએ નોંધ લેવા અપીલ કરાઈ છે.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *