વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલ હેરંબા ઓર્ગેનિકસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં વેલ્ડિંગના તણખલાથી બ્લાસ્ટ થતાં એક કામદાર ગંભીર રીતે દાઝી જતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.
સમગ્ર બનાવ અંગે મળતી વિગત અનુસાર જનરેટર રીપેરીંગ માટે ખાનગી કોન્ટ્રાક્ટનો ઓપરેટર મેઇન્ટનન્સ માટે આવ્યો હતો.
આ દરમિયાન જનરેટરની પાઇપનું વેલડિંગ કરતા આગનું તણખલું ઉડતા જનરેટરની ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો. જેથી જનરેટર રિપેર કરી રહેલ ઉમેશ કુમાર ગંભીર રીતે દાઝી જતા પ્રથમ ભરૂચની એપેક્ષ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી 80 ટકાથી વધારે શરીર સળગી જતાં તેને વડોદરા હોસ્પિટલમાં રિફર કરવાની ફરજ પડી હતી. ઘટના અંગે વાગરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
Views: 5,739