વાગરા તાલુકાની વિલાયત જીઆઇડીસી સ્થિત જ્યુબિલિયન્ટ કંપનીમાંથી લાખોના કિંમતના પાવડરની ચોરી થતા વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસી માં આવેલ જ્યુબિલિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં કેમિકલ પ્રોસેસ માટે વપરાતા કેટાલિસ્ટ પાવડરની ચોરીથી ખળભળાટ મચી ગયો છે. મળતી વિગતો મુજબ જ્યુબિલિયન્ટ કંપનીમાં સ્ટોર ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા હર્ષદભાઈ મકવાણાની ફરિયાદ મુજબ કંપનીમાંથી 10-10 કિલોના કેટાલિસ્ટ પાવડરની 9 કરબાઓની ચોરી થયેલ છે. ઘટનાના સીસીટીવી ચેક કરતા કેટલાક ઈસમો કેરબા લઈ જતા નજરે પડ્યાં હતાં. ચોરી થયેલ કેટાલિસ્ટ પાવડર જેની કિંમત 97207 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જેની કુલ કિંમત 38 લાખ 88 હજાર 280 રૂપિયાના કેમિકલ પાવડરની ચોરી કરી અજાણ્યા ઈસમો રફુચક્કર થઈ ગયા હતા. ઘટના અંગે વાગરા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી ચોરોનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી હતી.
નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com