હાલમાં પડી રહેલી અસહ્ય ગરમીમાં ઠંડક મેળવવા માટે અનેક લોકો નદી-નાળામાં નાહવા માટે પડતા હોય છે. જેમાં અમુક વખતે ઊંડા પાણીનો ખ્યાલ નહિ આવતા પાણીમાં ડૂબી જવના પણ બનાવો નોંધાતાં હોય છે.ત્યારે આવો જ એક બનાવ ભરૂચના કસક ગુરુદ્વારાના નર્મદા નદીના ઓવારા પાસે બન્યો હતો.જેમાં ગતરોજ એક અંદાજીત 13 થી 14 વર્ષીય સગીર નર્મદા નદીમાં નહાવા પાડયો હતો.જે અચાનક ઊંડા પાણીમાં ગરક થઈ જતા ડૂબી ગયો હતો.

જ્યારે આજે બપોરના સમય નદીમાં કોઈ મૃતદેહ તરતો હોવાની જાણ સ્થાનિકોએ ભરૂચના સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકીને કરવામાં આવતા તેઓએ સ્થળ પર પહોંચી નદીમાંથી અંદાજીત 13 થી 14 વર્ષીય સગીરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.જોકે તેનું કોઈ પણ વાલી વારસ નહિ હોવાના કારણે તેમણે ભરૂચ સી ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરી હતી.ઘટનાની જાણ થતાં જ સી ડીવીઝન પોલીસ સ્થળ પહોચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી તેના વાલી વારસોની શોધખોળ આદરી છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com