પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદ તાલુકાના મંજુલા ગામે ઘાસચારો ભડેલ ટેમ્પોમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. ગામ લોકોએ મહા મુસીબતે આગ પર કાબૂ મેળવતા હાશકારો અનુભવ્યો હતો.

ગામ લોકોએ બનાવનાં પગલે આમોદ નગરપાલિકાનાં પ્રમુખ ને ટેલિફોનીક વાત કરી હતી પરંતુ ગામ લોકોએ આગ પર કાબુ મેળવ્યા બાદ ફાયર બ્રિગેડ આવતાં ગામ લોકો નો રોશ નો ભોગ બન્યા હતા. જ્યારે સ્થાનિકો દ્વારા જીઇબી નાં વાયરો વધુ પડતાં નીચે હોવાથી આગ લાગી હોવા નો ગંભીર આક્ષેપો કરતા ચકચાર મચી જવા પામી હતી.

અત્રે ઉલ્લેખનીય છે, કે આમોદ નગરપાલિકાના ફાયર બ્રિગેડનો ટ્રક બંધ હાલત માં હોવાથી અન્ય નગરપાલિકાને સંપર્ક કરી ફાયર બ્રિગેડને બોલાવી હતી જેનાં પગલે ફાયર બ્રિગેડને આવતાં વાર લાગી હતી.

યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com