Geo Gujarat News

ભરુચ: સરાહનીય કામગીરી બદલ જિલ્લાના કુલ 9 પોલીસ કર્મીઓને પ્રશંસાપત્ર અર્પણ કરાયું | Video

ઉત્કૃષ્ટ કામગીરી બદલ પોલીસ કર્મીઓનું સન્માન

ભરુચ જીલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ કુલ 9 પોલીસ કર્મીઓને વડોદરા રેન્જ IGP ના હસ્તે પ્રશંસાપત્ર અર્પણ કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

લોકસભા સામાન્ય ચુંટણી-2024 પ્રક્રિયા દરમિયાન 10 વર્ષથી વધુ સમયથી નાસતા ફરતા આરોપીઓને પોતાના અંગત અને વિશ્વાશું બાતમીદારો મારફતે ઝડપી પાડી જેલ હવાલે કરવાની ઉત્કૃષ્ટ, સરાહનીય કામગીરી બદલ ભરૂચ જિલ્લાના કુલ 9 અને વડોદરા ગ્રામ્ય જિલ્લાના 1 મળી કુલ 10 પોલીસ કર્મીઓનું વડોદરા રેન્જ IGP ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

વાગરા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભોપાભાઈ ગફુરભાઈ ભરવાડને તેઓની સારી કામગીરી બદલ વડોદરા રેન્જ આઇજી દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. આ બદલ તેઓને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું છે.

ભોપાભાઈએ વાગરા પોલીસ પરિવારનું ગૌરવ વધાર્યું
ભોપાભાઈએ વાગરા પોલીસ પરિવારનું ગૌરવ વધાર્યું

ભોપાભાઇ વાગરા પોલીસ મથક વિસ્તારમાં હરહંમેશ પ્રજાની સેવા અને સુરક્ષામાં કાર્યરત રહે છે. નીડર અને નિસ્પક્ષતાથી ફરજ નિભાવે છે. ગમે તેવી પરિસ્થિતિમાં તેઓની કામગીરી પ્રજાના હિતમાં હોય છે. કોરોના કાળ દરમિયાન પણ તેઓ દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવી તેઓનું સન્માન કરાયું હતું. આવા પોલીસ કર્મીઓના કારણેજ પ્રજા શાંતિ અને સલામતીની જિંદગી જીવી શકે છે. પ્રજાની સુરક્ષા માટે તેઓ દિવસ-રાત પરિશ્રમ કરી “પોલીસ પ્રજાનો સાચો મિત્ર” હોવાનું સૂત્ર સાર્થક કર્યું છે. અને આજે એટલેજ તેઓનું કામ બોલ્યું છે. અને તેના માટેજ ભોપાભાઈને ઉચ્ચ અધિકારીના હસ્તે સન્માનિત કરી પ્રશંસા પત્ર પાઠવવામાં આવ્યું છે. જે ખરેખર વાગરા પોલીસ મથકના પો.સ.ઇ અનિતાબા જાડેજા સહિત વાગરા પોલીસ પરિવાર માટે પણ ગૌરવની ક્ષણ કહી શકાય. સારી કામગીરી બદલ મળેલ સન્માનને લઈ ચૌમેરથી તેઓની પ્રશંસાઓ સાથે અભિનંદનની વર્ષા થઈ રહી છે.

ઉત્કૃષ્ટ, સરાહનીય કામગીરી બદલ સન્માન
ઉત્કૃષ્ટ, સરાહનીય કામગીરી બદલ સન્માન

તાજેતરમાં યોજાયેલ લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ ન્યાયીક અને મુક્ત વાતાવરણમાં યોજાય, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સામાન્ય બની રહે અને આ ચુંટણી પ્રક્રિયાને વિપરીત અસરો ન પહોંચે તે માટે વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ હતી. જે અંતર્ગત છેલ્લા ૧૦ વર્ષથી વધુ સમયથી નાસતા ફરતા આરોપીઓ પૈકી મધ્યપ્રદેશ રાજયના-૩, ઉત્તરપ્રદેશ રાજયના-૩, મહારાષ્ટ્રના-૨, હરીયાણા-૧, સુરત-૧ અને છોટાઉદેપુર-૧ મળી કુલ-૧૧ આરોપીઓને પકડવાની ઉત્કૃષ્ટ, પ્રશંસનીય કામગીરી કરનાર વડોદરા રેન્જના (ભરૂચ જીલ્લાના-૯ અને વડોદરા ગ્રામ્ય જીલ્લાના ૧ પોલીસ કર્મચારી મળી) કુલ-૧૦ પોલીસ કર્મચારીઓની કામગીરીને વડોદરા રેન્જ આઇ.જી.પી. સંદિપ સિંહનાઓએ બિરદાવી હતી. અને ભવિષ્યમાં તેઓ વધુ સારી કામગીરી કરતા રહે અને પોલીસ બેડામાં પ્રેરણાત્મક ભાવના પ્રસરે તે હેતુથી પ્રશંસાપત્ર એનાયત કરીને તેઓનું સન્માન કર્યું હતું. ભરૂચ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં ફરજ બજાવતા 9 પોલીસ કર્મીઓએ ભરૂચ જિલ્લા પોલીસનું ગૌરવ વધાર્યું છે. ભરૂચ જિલ્લા પોલીસને મળેલ પ્રશંસાપત્ર બદલ GEO GUJARAT NEWS પરિવાર ભરૂચ પોલીસને અભિનંદન પાઠવે છે.

પ્રશંસાપત્ર મેળવનાર પોલીસ કર્મીઓની યાદી
પ્રશંસાપત્ર મેળવનાર પોલીસ કર્મીઓની યાદી

નઈમ દિવાન, વાગરા 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *