- શુકલતીર્થ સહિત પૂર્વ પટ્ટી પર ભારે પવન સાથે વરસાદ ..
- મહાકાય વડનું ઝાડ ધરાસાઈ થતા કાર અને રિક્ષા દબાયા..
- મહિલા સહિત બે યુવાનોના મોત, અન્યોને ઇજા..
શુકલતીર્થ ગામના પાટિયા પાસે વરસાદ અને વાવાઝોડાને લઇને વડનું ઝાડ ધરાસાઈ થતા રીક્ષા અને કાર ઝાડ નીચે દબાઇ જતા એક મહિલાનું મોત થયું હતું જ્યારે અન્યોને ઇજા થતા સારવાર માટે ભરૂચ લાવવામાં આવ્યા હતા. ભરૂચ ની પૂર્વ પટ્ટી પર બપોર બાદ અચાનક વાતારવરણ માં પલટો આવતા શુકલતીર્થ સહિતના વિસ્તાર માં ભારે પવન સાથે વરસાદ તુટી પડયો હતો.જેમાં શુકલતીર્થ ગામ ના પાટિયા પાસે ઘેઘૂર વડલો ન ધરાસાઈ થતા રીક્ષા અને કાર ઝાડ નીચે દબાઇ ગયા હતા.જેમાં રીક્ષામાં સવાર એક મહિલાનું મોત થયું હતું જ્યારે અન્યોને ઇજા થવા પામી હતી.

કાર માં અંકલેશ્વર થી મેચ રમવા આવેલા યુવાનો વરસાદ પડતાં પરત ફરી રહ્યા હતા .તે દરમ્યાન વૃક્ષ પડતા તેમાં સવાર ડ્રાઈવર સહિત અન્ય લોકો ફસાયા હતા જેઓને ગ્રામજનોએ દોડી આવી જે.સી.બી. મદદ થી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ ની મદદ થી સારવાર માટે ભરૂચ ખસેડ્યા હતા.જ્યાં સારવાર દરમ્યાન અંકલેશ્વર જલકુંડ પાસે રહેતા હિતેશ પટેલ અને હાર્દિક પટેલ નું પણ મોત થતા મૃત્યુ આંક ત્રણ પર પોહચ્યો હતો.

બનાવની જાણ થતાં નબીપુર પોલીસ નો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો.અત્રે એ વાત નો ઉલ્લેખ કરવો રહ્યો કે ચોમાસાં ના આગમન ની ઘડિયો ગનાઈ રહી છે ત્યારે પ્રી મોન્સુન કામગીરી અંતર્ગત આવા જોખમી વૃક્ષો નું ટ્રીમિંગ કરવા કે પાડી દેવાની કામગીરી કરાઈ હોત તો કદાચ નિર્દોષોનો જીવ બચી જતા. ત્યારે તંત્ર આ અંગે પણ વિચારે તે આવશ્યક છે..

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com