ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નાનાસાંજા ગામ પાસે આજરોજ એક ટ્રેલરના કેબિનમા આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, ટ્રેલર ઝઘડિયા જીઆઇડીસી માં આવેલ ડિ.સી.એમ. કંપનીનું જાણવા મળ્યું હતું ટ્રક ટ્રેલરના કેબિનમાં આગ અચાનક ફાટી નીકળી હતી આગને પગલે રસ્તા ઉપરથી પસાર થતાં વાહન વ્યવહારમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો ટ્રક ટેલરમાં આગ ભભૂકી ઊઠવાને કારણે ડિ.સી.એમ. કંપનીના સંચાલકો દોડતા થયા હતા ટેલરના કેબિનમાં આગ લાગવાને પગલે ઝઘડિયા જીઆઇડીસીના ફાયર ટેન્ડરને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ બુજાવાની કામગીરી હાથ ધરી હતી પરંતું ટ્રક ટેલરના કેબિનમાં આગ લાગવાની ઘટના બનતા ટ્રક ટ્રેલર ચાલકની સમયસુચકતાથી મોટી દુર્ઘટના બનતા રહી ગય હતી ,,જેને કારણે કંપની સંચાલકો અને તંત્રએ રાહત અનુભવી હતી.

આ અંગે ઘટના સ્થળે લોકોતોરા ઉમટી પડ્યા હતા મળતી માહિતી મુજબ આજરોજ બપોરના ત્રણ વાગ્યાના સમય દરમિયાન ઝઘડિયા જીઆઇડીસી માં આવેલ ડિ.સી.એમ. કંપનીનું ટ્રક ટેલર નાનાસાંજા ગામ પાસેથી પસાર થઇ રહ્યું હતું તે દરમિયાન અચાનક ટ્રેલરમાં કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી ટ્રક ટ્રેલરના કેબિનમાં આગ લાગતા કંપની સંચાલકો પણ દોડતા થયા હતા અને તાબરતોડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કર્યા હતા અને આગ બુજાવાની કામગીરીમાં જોતરાયા હતા ભારે જેમ જ બાદ આગ પર કાબુ મેળવ્યો હતો ટ્રક ચાલકે સમય સૂચકતા વાપરી વાહનને રોડની સાઈડમાં ઉભી કરી દીધી હતી તેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. જોકે ટ્રેલરમાં આગ લાગવાની આ ઘટનામાં ટ્રેલરનો આગળનો ભાગ આગની લપેટમાં આવી જતા મોટું નુકસાન થવા પામ્યું હતું. ઉલ્લેખનીય છેકે હાલ ગરમીની ઋતુમાં વાહનોમાં આગ લાગવાના બનાવો અવર નવર બનતા હોય છે, જેને લઇ વાહન ચાલકોએ પણ જરૂરી કાળજી રાખવી પડતી હોય છે, આવી ઘટનાઓ દરમિયાન ટ્રક ચાલકની સમય સૂચકતાને કારણે સંભવિત મોટી દુર્ઘટના ટાળી શકાય.
ટ્રેલર ચાલકની સમયસુચકતાથી મોટી દુર્ઘટના ટળતા DCM કંપની સંચાલકો અને તંત્રએ રાહત અનુભવી

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com