Geo Gujarat News

ભરૂચ: એક લાખ ઉપરાંતની કિંમતનો ફોન તસ્કરો ઉઠાવી ગયા, પોલીસે તપાસ હાથ ધરી

ભરૂચ શહેરના ઝાડેશ્વર ખાતે સાંઇ મંદિરની સામે આવેલાં સાંઇ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં રહેતાં પ્રશાંત દિનેશ ભટ્ટ મિત્રો સાથે ભાડેથી મકાનમાં રહે છે. તેઓ વાગરા તાલુકાની દહેજ GIDCની કંપનીમાં કામ કરે છે. તેઓ ગત 25મી મેના રોજ સેકન્ડ શિફ્ટમાં નોકરી પુરી કરી મોડી રાત્રે પોતાના રૂમ પર આવ્યાં હતાં. તેમણે ઘરનો દરવાજો ખુલ્લો રાખી તે અને તેની સાથેના રાજપાલસિંહ જાડેજા સુઇ ગયાં હતા. અને વહેલી સવારે પોણા છ વાગ્યાની આસપાસ આંખ ખુલતાં તેમણે મોબાઇલમાં ટાઇમ જોઇ સુઇ ગયાં હતાં. જે બાદ સાડા આઠેક વાગ્યે તેઓની આંખ ખુલતા ઘરમાં તપાસ કરવા છતાં તેમનો 1.10 લાખની મત્તાનો મોબાઇલ મળી આવ્યો ન હતો. જેથી કોઇ ગઠિયો તેમના ઘરમાં પ્રવેશી મોબાઇલ ચોરી કરી ગયાનું માલુમ પડતાં તેમણે ભરૂચ શહેર સી.ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *