Geo Gujarat News

જંબુસર નગર પાલિકા હરકતમાં : ફાયર તેમજ બિયું વિનાની મિલકતો સીલ કરી..

કહેવત છેને કે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા માળવા નીકળ્યા” એ કહેવત અહીંયા ખરી ઉતરી છે. કારણ કે રાજકોટની ગોજારી ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટી તેમજ બિયુ વિનાની મિલકતો સીલ કરવામાં આવી રહી છે તેવીજ એક મિલકત જે મિલકત ઘણા સમયથી વિવાદોના વમળમાં અટવાયેલી છે જંબુસર સનરાઇઝ સોસાયટી પાસે આવેલી બ્રાઇડલેન્ડ પબ્લિક સ્કૂલ કે જે જમીન માલિક અબ્દુલ અઝીઝ પટેલે શાળા મેનેજમેન્ટ પર શાળા પાસે ફાયર એનઓસી અને શાળા નજીક જ પેટ્રોલ પંપ હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથેજ શાળામાં વીજ મીટર પણ નહિ હોવાની અવાર નવાર રજૂઆત સાથે તંત્રનું ધ્યાન દોર્યું હતું. જેને લઇ જંબુસર નગરપાલિકાએ શાળા સંચાલકોને નોટિસ ફટકારી નગરપાલિકાના ચીફ ઓફિસરની પરવાનગી તેમજ ફાયર એન.ઓ.સીમાં ખામીઓ જણાતાં શાળાને સીલ કરવામાં આવી છે.


શાળા સીલ થતાંજ શાળામાં અભ્યાસ કરતા બાળકોના માતા પિતા પણ પોતાના બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત બન્યા છે. જંબુસર નગર પાલિકાએ બ્રાઇડલેન્ડ પબ્લિક સ્કૂલ સાથે બે હોટેલ તેમજ ત્રણ ગેસ્ટ હાઉસ પણ સીલ કર્યા છે. જંબુસર નગર પાલિકાની કામગીરી થી ફાયર તેમજ બી.યુ વિનાના મિલકત માલિકોમાં ફફડાટ ફેલાયો છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *