Geo Gujarat News

આમોદ: ભર ઉનાળે પાણી માટે વલખા મારતા પુરસા રોડ નવીનગરી વિસ્તારના રહીશો, અનેક વખત રજુઆત છતાંય પરિણામ શૂન્ય.!!

  • વોર્ડના સદસ્યને રજુઆત કરી તો ચીફ ઓફિસર પાસે જવાની ‘ખો’ આપી..!! : ગુલામભાઈ ખત્રી
  • બોરવેલની મોટરનું રીપેરીંગ કરાવવામાં પણ પાલિકાની ઢીલાશ : ગુલામભાઈ ખત્રી
  • પુરસારોડ નવીનગરી વિસ્તારમાં ગટર અને પાણીની સમસ્યા કાયમી બની..?
  • કોંગ્રેસના રાજમાં ચોવીસ કલાક પાણી મળતું હતું. ભાજપ આવ્યું છે ત્યારથીજ પાણીની સમસ્યા વિકટ બની : સ્થાનિક મહિલાઓ

બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ આમોદ શહેરમાં આવેલ પુરસા રોડ નવીનગરી વિસ્તારના રહીશોને પાલિકાના પાપે ભર ઉનાળે પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. પાણીની સમસ્યાને લઈ રહીશો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. પીવા તેમજ નાહવા-ધોવાના પાણીની સમસ્યાથી રહીશો તૌબા પોકાર્યા છે. આ વિસ્તારમાં ગટરની સમસ્યા હોય કે પછી પાણીની, તેનું ચોક્કસ નિરાકરણ લાવવામાં પાલિકા તદ્દન નિષ્ફળ નિવડી હોઈ તેમ સાબિત થઈ રહ્યું છે. કારણ કે, અનેકો વાર રજુઆત કરવા છતાંય સમસ્યાનું કોઈજ ચોક્કસ નિરાકરણ લાવવામાં આવી રહ્યું નથી. અહીંયા પાણીની સમસ્યાતો કાયમીજ થઈ ગઈ છે. કારણ કે ફોર્સ વિના આવતું પાણી મેળવવા અહીંયા ફરજિયાત મોટર લગાવાની જરૂર પડતી હોય છે. જેનાથી પાણી મેળવવા માટે વીજળીનું બિલ પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના માથે આવતું હોવાથી લોકો હેરાન-પરેશાન બન્યા છે. જ્યારે ગટરની સમસ્યાને લઈને પણ પાલિકામાં રજુઆત કરાય છે. તો મોટર બગડેલી હાલતમાં હોવાનું જણાવી પાલિકા સત્તાધીશો ગલ્લા તલ્લા કરતા હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા. અંગ દઝાડતી ગરમીમાં પીવાનું પાણી પણ વેચાતું લાવવા લોકો મજબૂર બન્યા છે. રોજિંદી જરૂરિયાત એવા પાણીની સમસ્યાને લઈ રહીશોએ આજરોજ પુરસારોડ નવીનગરી વિસ્તારમાં એકત્ર થઈ નગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો.

આ વેળાએ સ્થાનિક આગેવાન ગુલામભાઈ ખત્રીએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઘણા લાંબા સમયથી અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા છે. જે અંગે અમે અમારા વોર્ડના સદસ્ય બીજલભાઈ ભરવાડને રજુઆત કરી હતી. તો તેઓએ પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરવા જણાવ્યું હતું. જો રજુઆત કરવા ચીફ ઓફિસર પાસેજ જવું હોય તો વિસ્તારના પ્રતિનિધિ તરીકે તમને ચૂંટી લાવવાનો શું ફાયદો.? તેમ જણાવી વોર્ડના સદસ્ય બીજલભાઈ ભરવાડ પ્રત્યે પણ તેઓએ રોષ ઠાલવ્યો હતો.

ગુમાલભાઈ ખત્રી : સ્થાનિક
ગુમાલભાઈ ખત્રી : સ્થાનિક

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સાજીદભાઈ રાણા દ્વારા બોરવેલ કરાવવામાં આવ્યું હતું. જે બોરવેલની મોટર બળી ગયેલ છે. તેનું રીપેરીંગ કરાવવામાં પણ પાલિકા ઢીલાશ દાખવી રહી હોવાનું જણાવ્યું હતું અમારી સમસ્યાઓ કોઈ સાંભળતું ન હોવાની વાત જણાવી ગુલામભાઈએ વોર્ડના સદસ્ય સહિત પાલિકાના અણઘડ વહીવટ સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.

તો બીજી તરફ સ્થાનિક મહિલાઓ પણ પાણી વીના રણચંડી બની હતી. અને પાલિકા સામે નારે બાજી કરી વિરોધ નોંધાવ્યો હતો. રોષ વ્યકત કરતા જુલી બેને જણાવ્યું હતું કે, કોંગ્રેસના રાજમાં ચોવીસ કલાક પાણી મળતું હતું. જ્યારથી પાલિકામાં ભાજપનું બોર્ડ બેઠું છે. ત્યારથી પાણી, ગટર સહિતની અનેકો સમસ્યાઓનો અમે સામનો કરી રહ્યા છે. અને અમારી રજૂઆતોને પણ કોઈ સાંભળતું ન હોવાનું જણાવી તેઓએ પણ પાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો. પાણીના મુદ્દે મહિલાઓએ એકત્ર થઈ વિરોધ નોંધાવતા જણાવ્યું હતું. કે, અમારા વિસ્તારમાં પીવા, તેમજ વાપરવાનું પાણી સમયસર આવતું નથી. જેથી અમે લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. અને અમારી રજૂઆતો કોઈજ સાંભળતું નથી. પાલિકા તરફથી ઓછા ફોર્સથી પાણી આવતું હોવાને કારણે અમારે ફરજિયાત મોટર લગાવવાની જરૂર પડે છે. તેનાથી અમારે વીજળીનું બીલ પણ વધારે આવે છે. સમસ્યાને લઈ અનેક વખત મીડિયાના માધ્યમથી પણ અમે રજુઆત કરેલી છે. અને અમે અગાઉ પણ રેલી સ્વરૂપે પાલિકા ખાતે રજુઆત કરવા પહોંચ્યા હતા. તો 10 દિવસમાં સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. તેમ છતાં આજદિન સુધી સમસ્યાનું કોઈજ ચોક્કસ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. અને અમે પાલિકા ખાતે રજુઆત કરવા પહોંચીએ છીએ તો પાલિકા કચેરી ખાતે ન આવી રોડ પરજ રજુઆત કરવાનું પાલિકાના સત્તાધીશો જણાવતા હોવાના પણ સ્થાનિક મહિલાઓએ સનસનીખેજ આક્ષેપ કર્યા હતા. અને સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરાઈ હતી. ત્યારે ચોમાસા પૂર્વે આમોદ નગરપાલિકા દ્વારા વિસ્તારની સમસ્યાનું ચોક્કસ નિરાકરણ લાવવામાં આવે તે જરૂરી જણાય રહ્યું છે.

યાસીન દિવાન, આમોદ

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *