Geo Gujarat News

વાગરા: સાયખા પ્લાન્ટની સફાઇના મામલે અધિકારીઓ સહિત અન્ય બે લોકોને આયોગનું ગાંધીનગર ખાતેનું તેડુ આવ્યું..

  • જીઆઇડીસી સહિતના અધિકારીઓ આજે હાજર રહેશે

વાગરા તાલુકાના વિલાયત- સાયખા પ્લાન્ટની સફાઇના મામલે રાજય માનવ અધિકાર આયોગે ભરૂચના કલેકટર સહિત 6 લોકોને શુક્રવારે ગાંધીનગર ખાતે હાજર રહેવા સમન્સ આપ્યું છે. રાજય માનવ અધિકાર આયોગે પાઠવેલા સમન્સમાં જણાવવામાં આવ્યું છે કે, વિલાયત- સાયખામાં કલેકટર ભરૂચ તરફથી પુરતી સફાઇ હાથ ધરવામાં આવે અન્યથા આ વિસ્તારના કારખાનાના માલિકો તરફથી ભારતના નાગરિકોના મુળભુત માનવ અધિકારો પુરા પાડવામાં નહિ આવે તો રાજય આયોગ તરફથી કડક પગલાં લેવામાં આવશે. ભરૂચ કલેકટર, જીપીસીબીના સભ્ય સચિવ, જીઆઇડીસીના મુખ્ય ઇજનેર, ભરૂચના સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયર સહિત સદામ પટેલ અને રોહિત પટેલના નામનો ઉલ્લેખ સમન્સમાં કરવામાં આવ્યો છે. તારીખ 14મીને શુક્રવારે બપોરે 1 વાગ્યે રાજય માનવ અધિકાર આયોગને કોર્ટમાં હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. જો હાજર રહેવામાં ચૂક કરશો તો સિવિલ પ્રોસિજર કોડ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. રાજય માનવ અધિકાર આયોગના સમન્સ બાદ હવે કલેકટર સહિતના અધિકારીઓ હાજર રહી જવાબ લખાવે છે કે કેમ તે જોવું રહયું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *