Geo Gujarat News

ભરૂચ: વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાય,મોટી સંખ્યામાં રક્તદાતાઓએ કર્યું રક્તદાન

આજે 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ તરીકે વિશ્વમાં ઉજવવામાં આવે છે. જેના અનુસંધાને સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના બે પત્રકારોએ પણ રકતદાન કરી યોગદાન આપ્યું હતું.

ભરૂચ રેડક્રોસ બ્લડ બેંકના ચેરમેન ડોક્ટર જે.જે. ખીલવણીની અધ્યક્ષતામાં સેવાશ્રમ હોસ્પિટલ સંકુલમાં આવેલ રેડક્રોસ બ્લડ બેંક ખાતે આયોજિત રકતદાન કેમ્પમાં ભરૃચના સામાજિક કાર્યકર અને સિનિયર પત્રકાર રશ્મિકાન્ત કંસારાએ 115 મી વખત રક્તદાન કરીને રકતદાન મહાદાન ઉક્તિને સાર્થક કરી અન્યોને પણ રકતદાન માટે પ્રેરણા પૂરી પાડી હતી. આ પ્રસંગે સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યોએ હાજર રહીને કેમ્પને સફળ બનાવ્યો હતો.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *