Geo Gujarat News

વાગરા: લાંચિયા કસ્ટમ ઇન્સ્પેક્ટરના એક દિવસના રિમાન્ડ આપતી કોર્ટ, સહકર્મીની સંડોવણીની તપાસ થશે

વાગરા તાલુકાનાં દહેજ ખાતે સેઝ-1માં ડેવલોપમેન્ટ કમિશ્નર કચેરી પ્રિવેન્ટ ઓફિસર વર્ગ 3માં કસ્ટમ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતાં અને મુળ બિહારના મુકેશ રામધીન સિંગ એક કોન્ટ્રાક્ટર પાસેથી 40 હજારની લાંચ માગી હતી. જેના પગલે તેણે ભરૂચ એસીબીનો સંપર્ક કરતાં ભરૂચ એસીબીએ છટકું ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો. જે બાદ ઘટનામાં વડોદરા સિટી એસીબીના પીઆઇ અંકુર પ્રજાપતિને તપાસ સોંપવામાં આવી છે. વડોદરા એસીબીની ટીમે આરોપી મુકેશને કોર્ટમાં રજૂ કરી તેમણે લાંચની રકમમાં તેના અન્ય કોઇ સહકર્મીનો ભાગ છે કે કેમ, તેણે અન્ય કોઇ પાસેથી પણ આ પ્રકારની લાંચ લીધી છે કે કેમ, તેણે જે રૂપિયા લીધા છે તે તેજ કામના છે કે અન્ય કોઇ કામ પણ છે, તેની વાતચિતમાં અન્ય વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કર્યો છે તેમની સંડોવણી છે કે કેમ તેની વગતો મેળવવા તેના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરતાં કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યાં હતાં.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *