ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં મોટાપાયે પશુઓની બદ ઇરાદાથી હેરાફેરી નો ધંધો કેટલા લોકો કરતા હોય છે, ઘણી વખત પોલીસ દ્વારા કોમ્બિંગ કરી આવા હેરાફેરી કરનારાઓને ઝડપી લેવામાં આવે છે, ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસને બાતમી મળી હતી કે તાલુકાના તરસાલી ગામે ઇસ્માઇલ શાબિર મલેક રહે. નવી તરસાલી ખુશરૂ નશીરી મહોલ્લો તા. ઝઘડીયા જી.ભરૂચ ના ઘરમાં કેટલીક ગૌવંશને જબરજસ્તીથી ગોધી રાખવામાં આવી છે, રાજપારડી પોલીસે તેની ટીમ દ્વારા તરસાલી ગામે ઈસ્માઈલ શાબિરના ગાયોને મુક્ત કરાવવાનો ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં બાતમીના આધારે છાપો મારી કરતા ૨૭ જેટલી ગાયોને બળજબરીપૂર્વક એક ઘરમાં પૂરી રાખવામાં આવી હોવાનું જણાયું હતું, રાજપારડી પોલીસ ટીમ દ્વારા તમામ ગાયનો કબજો લઈ તેમને મુકત કરી રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી.
તમામ ગૌ વંશને રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે લાવી પાંજરાપોળ મોકલવાની તજવીજ હાથ ધરાઈ.

અને ત્યારબાદ તેને પાંજરાપોળ ખાતે રવાના કરવાની તજવીજ હાથ ધરાઈ હતી, રાજપારડી પોલીસની સરાહનીય કામગીરીના પગલે જીવદયા પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી, અને ગેરકાયદેસર રીતે પશુઓને ગોંધી રાખનાર આરોપી ઇસ્માઈલ સાબીર ની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કાદર ખત્રી, ઝઘડિયા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com