Geo Gujarat News

ઝઘડિયા: માજી ધારાસભ્ય છોટુ વસાવાએ એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન પર શાબ્દિક પ્રહારો કર્યા

ભરૂચ જિલ્લાના ઝઘડિયાના માજી ધારાસભ્ય અને ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય સંરક્ષક છોટુભાઈ વસાવાએ એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન તથા આરએસએસના મોહન ભાગવત પર શાબ્દિક પ્રહારો કરતા બધાને એક જ સરખા ગણાવ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે ઇવીએમ થી જો આ દેશમાં ચૂંટણી થાય તો આવા જે પરિબળો છે તે ઘરે બેસી જાય અને તેમણે ક્યાં તો દેશ છોડીને ભાગી જવું પડે, એનડીએના સાથી પક્ષોની મજબૂરી છે કે તેમની સાથે તેમણે જોડાવું પડે છે, પ્રજા થકી ચૂંટાઈને આવ્યા હોય એવા લોકો સત્તામાં આવે તો આવા લોકોએ જેલમાં જવું પડે અને સજાથી બચવા તેઓએ ગોટાળા કર્યા છે તેમ જણાવ્યું હતું.

મોહન ભાગવતે આડકતરી રીતે શાસક રાજકીય પક્ષો પર પ્રહાર કર્યા છે. તો શા માટે નીતિન ગડકરીને પ્રધાનપદુ લેવા મોકલ્યા.?

નીતીશકુમાર અને ચંદ્રાબાબુ નાયડુ બાબતે તેમણે જણાવ્યું હતું કે એ લોકો જો આ દેશના હામી હોય તો એનડીએ સરકારને સપોર્ટ ના કરવો જોઈએ, યુપીની પ્રજાને ધન્યવાદ આપતા જણાવ્યું હતું કે ૮૦ માંથી ૮૦ સીટો લાવવાની જે વાતો થતી હતી એમાંથી અખિલેશ જેવા યુવાને ગાબડું પાડ્યું તે બદલ તેમને ધન્યવાદ આપવો જોઈએ, મોહન ભાગવતે જણાવ્યું હતું કે અહંકારી માણસને સત્તા ભોગવવાનો અધિકાર નથી તે બાબતે છોટુભાઇએ જણાવ્યું હતું કે આરએસએસ એ જ આ લોકોને મોટા કર્યા છે, વર્તમાન શાસકોથી તમને જો તકલીફ હોય તો શા માટે નીતિન ગડકરીને એનડીએ સરકારમાં પ્રધાનપદુ લેવા માટે મોકલ્યા હતા. નીતિન ગડકરીએ પ્રધાનમંત્રી લીધું એનો મતલબ એવો છે કે તમે પણ આ લોકો સાથે સામેલ છો, હિન્દુવાદ હિન્દુવાદ કરીને તમે દેશમાં શું કરવા માંગો છો ? હિન્દુત્વના નામે દેશને ખતમ કરી રહ્યા છે, ઉધોગપતિઓને દેશ આપી દીધો, જમીન પડાવી લીધી, નર્મદા તાપી જેવી નદીઓને વેચી દીધી તેમ તેમણે જણાવ્યું હતું, સીઆર પાટીલ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે તેમના પર ૧૦૭ જેટલા ક્રિમિનલ કેસ છે ! તેવા લોકોને શા માટે તમે પ્રોત્સાહન આપી દેશનું સુકાન સોંપો છો, અને અમારો તેને તારણહાર બતાવો છો ? આવી સરકારો અને પરિબળો દેશ માટે કામના છે જ નથી, નવી આફત દેશ પર આવી છે તેમ જણાવ્યું હતું.

રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાના બદલે ઇવીએમ હટાવો યાત્રા કાઢવાની જરૂર હતી : છોટુ વસાવા

રાહુલ ગાંધીના ખાતામાં પણ ચાર લાખ મતો આ લોકોએ જોડી આપ્યા એટલે રાહુલ ગાંધી પણ ઇવીએમ બાબતે બોલતા નથી, જો તેમને પણ ઓછા મત મળ્યા હોત તો તેઓ ઇવીએમ માં ખામી છે તેવા નિવેદનો આપતે, રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાના બદલે રાહુલ ગાંધી ઇવીએમ હટાવો યાત્રા કરવી જોઈએ તેવી સલાહ આપી હતી, મોંઘવારી બેરોજગારી આ દેશમાં ઓછી થવાની નથી, આ બધા ખાવાવાળા છે, ચૂંટણી પંચ પણ શા માટે આવા લોકોને ચૂંટણી લડવા માટે પરમિશન આપે છે.? બધા જ લોકો ભેગા મળી ગયા છે તો દેશને કોણ બચાવશે તેવું દુઃખ વ્યક્ત કર્યું હતું.!

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *