Geo Gujarat News

વાગરા: એકજ કોમના બે પરિવારો વચ્ચે ઝઘડો, જાનને ખતરો મહેસૂસ થતા ઘરના મોભી પરિવાર સાથે પોલીસ મથકે દોડી ગયા !!

સભ્ય સમાજને ન શોભે તેવી ખરાબ-ખરાબ ગાળો બોલવાને લઈ વાગરા તાલુકાના વોરાસમની ગામે એકજ કોમના બે પરિવાર વચ્ચે ઝઘડો થતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ઘટના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ઘટનાને લઈ પોતાની તેમજ પોતાના બે દીકરાઓની જાનને જોખમ હોવાના ડરથી ભયભીત બનેલા પિતા પરિવાર સાથે વાગરા પોલીસ મથકે દોડી આવ્યા હતા. અને ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરી હતી.

કુલ્હાડી વડે હુમલો કરાતા ભયભીત બનેલ પરિવાર પોલીસ મથકે દોડી ગયો..!!

બનાવ અંગે સૂત્રો થકી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજરોજ સવારના સમયે વાગરા તાલુકાના વોરાસમની ગામે રહેતા ઉસ્માન યાકુબ ચેતનના ઘરે કુરબાની હોઈ તે વેળાએ ગામનાજ એક ઇસમે ત્યાં આવી સભ્ય સમાજને ન શોભે તેવા જાહેરમાં બિભત્સ શબ્દો ઉચ્ચારવા લાગ્યા હતા. જેને લઈ વાતાવરણ તંગ બન્યું હતું. ઉસ્માન ભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતા સામાવાળા કુલ્હાડી લઈ તેઓને મારવા દોડી આવ્યા હતા. જોકે ઉપસ્થિત લોકોએ તેઓને હુમલાથી બચાવ્યા હતા. મામલો વધુ ગરમાતા ઉસ્માન ચેતનનાઓ વહેલી પરોઠે પરિવાર સાથે વાગરા પોલીસ મથકે દોડી આવી ન્યાયની માંગ કરી હતી.

  મારી જાનને ખતરો છે. : ઉસ્માન યાકુબ ચેતન

વાગરા પોલીસ મથકે ફરિયાદ લખાવા આવેલ ઉસ્માન યાકુબ ચેતનનાઓએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, હું પરિવાર સાથે વોરાસમની ગામે રહું છું. આજે સવારે મારા ઘરે કુરબાનીનો પ્રોગ્રામ હતો. તે વેળાએ મારાજ ઘરના એક ઈસમ જેઓ ચરસ અને દારૂનું સેવન કરે છે. તેઓને ગાળો બોલવા સિવાય અન્ય કોઈ કામ નથી. તેઓ ત્યાં આવી ગાળો બોલવા લાગ્યા હતા. અને કુલ્હાડી વડે મારા ઉપર હુમલો કર્યો હોવાના આક્ષેપો કર્યા હતા. પરંતુ ત્યાં હાજર ગ્રામજનોએ મને તેઓના હુમલાથી બચાવ્યો હતો. તદુપરાંત મારા ઘરની વહુ ઉપર પણ તેઓએ હાથ નાખવાની કોશીસ કરી હતી. જોકે મેં હાથ ન ઉપાડી પરિવાર સાથે સીધો પોલીસ મથકે દોડી આવ્યો છું. : ઉસ્માન યાકુબ ચેતન

ઉસ્માન યાકુબ ચેતન : ભોગબનનાર
ઉસ્માન યાકુબ ચેતન : ભોગબનનાર

મારા છોકરાની વાઈફ પણ ફરિયાદ લખાવે છે અને હું પણ મારા બંને છોકરા અને મારી જાનને પણ ખતરો હોવાથી સેફટી માટે ફરિયાદ લખાવું છું. સમગ્ર ઘટનાનાં રેકોર્ડિંગ પણ મેં પોલીસ મથકે આપ્યા છે. હવે પોલીસ અને ભાજપ સરકાર મને સહકાર આપી ન્યાય અપાવે અને જો આમ નહીં થાય તો મારે ગામ છોડવું પડશેનું ઉસ્માન ભાઈએ નિવેદન આપ્યું હતું.

સમાજના આગેવાનોએ સમજાવત માટે કમર કસી

વોરાસમની ગામ ખાતે એકજ કોમના બે પરિવાર વચ્ચે થયેલ ઝઘડાની વાત વાયુ વેગે ગામમાં પ્રસરતા સરપંચ સહિત સમાજના આગેવાનો પણ તાબડતોબ વાગરા ખાતે દોડી આવી પોલીસ મથકે ધામાં નાંખ્યા હતા. અને ભોગબનનાર પરિવાર સાથે વાર્તાલાપ કરી તેઓને સમજાવી સમગ્ર મામલો થાળે પાડવાના પ્રયત્નો કરાઇ રહ્યા હોવાની માહિતી પણ સૂત્રો થકી જાણવા મળી હતી.

જોકે આ લખાય રહ્યું છે. ત્યાં સુધી પોલીસ ફરિયાદ વિશે કોઈ માહિતી સાંપડી ન હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *