રાત્રીના એક બાઈક ચાલક અચાનક બેભાન થઈ ગયો હતો. આ સમયે ત્યાં ફરજ પર હાજર પોલીસ જવાને સીપીઆર આપીને બાઇક ચાલકનો જીવ બચાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જોકે તેનો જીવ બચાવી શક્યો ન હતો.
ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલા મઢુલી સર્કલ પર વિજયસિંહ ગોલ નામના પોલીસ જવાન ટ્રાફીક નિયમન માટેની ફરજ બજાવે છે.ગતરોજ સાંજના તેઓ પોતાના સ્થળ પર ફરજ હાજર હતો.તે સમયે ત્યાંથી મનુભાઈ અરવિંદભાઈ મિશ્રા ત્યાંથી પસાર થઈ રહેલો હતો તે અચાનક બેભાન થઈ નીચે પડ્યો હતો.આ સમય ત્યાં ફરજ પર હાજર પોલીસ જવાન વિજયસિંહ તરત દોડી જઈને પ્રથમ ત્યાં ઉભેલા લોકોને બાજુએ હટાવી એક શ્રણની પણ રાહ જોયા વગર બેભાન થઈ ગયેલા યુવકને સીપીઆર આપીને તેનો જીવ બચાવવાની કામગીરીમાં લાગી ગયા હતા.

ત્યાર બાદ આ આ યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યો હતો.જોકે હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.જોકે અત્રે ઉલ્લેખનીય છે કે ફરજ હાજર પોલીસ કોન્સ્ટેબલે એક શ્રણ પણ બગડ્યા વગર તેને સીપીઆર આપી જીવન બચાવવાની કોશિષને લોકો સલામ કરી રહ્યા છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com