ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ એક પીપળાનું વૃક્ષ ધરાશાયી થતાં ત્રણ લોકો તેના નીચે દબાયા હતા.જેમાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોચતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પીપળાનું વૃક્ષ અચાનક ધરાશાયી થતા દોડધામ મચી ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામ જવાના માર્ગ પર થોડાં દિવસ પહેલા વાવાઝોડામાં એક વડનું વૃક્ષ ધરશાયી થતાં એક કાર અને રીક્ષા તેના નીચે દબાઈ જતાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા.ત્યારે આજ રોજ ઝઘડીયા તાલુકાનાગોવાલી ગામમાં આવેલા આગવાડી ફળિયામાં એક પીપીળાનું વૃક્ષ અચાનક ધરાશાયી થતાં દોડધામ મચી ગઇ હતી.

મોતથી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો આ સમયે ત્યાં બેઠેલા ત્રણ લોકો તેના નીચે દબાઈ ગયા હતાં.જેની જાણ થતાં જ સ્થાનિકોએ તાત્કાલિક દોડી આવી ત્રણેયને બહાર કાઢવાની કામગીરીમ લાગી ગયા હતાં.ત્રણેયને ઇજાઓ પહોચતા રમેશ ઈશ્વરભાઈ વસવાને વધુ ઇજાઓ પહોચતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય બે સારવાર હેઠળ ખસેડયા હતા.ગામમાં અચાનક થયેલા મોતના કારણે પરિવાર અને ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો હતો.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com