Geo Gujarat News

ભરૂચ: ખેતીવાડી ઉત્પન્ન બજાર માર્કેટમાં રાત્રિ દરમિયાન દુકાનનો એક ભાગ તૂટી પડ્યો, રાત્રીનો સમય હોવાથી મોટી દુર્ઘટના ટળી

ભરૂચના અને આજુબાજુના જિલ્લાના ખેડૂતો જે માર્કેટમાં ખરીદ વેચાણ કરે છે એ માર્કેટમાં રાત્રિ દરમિયાન દુકાનનો ઉભલા ભાગની દિવાલ નો કેટલો ભાગ એક ધરાસાઈ થયોસદનસીબે રાત્રી નો સમય હોય અવરજવરના હોય મોટી દુર્ઘટના ટળી હતી.

માર્કેટના સ્થાનિક વેપારીઓ અને ખેડૂત અગ્રણીઓએ માર્કેટની ખરાબ હાલતને લઈ અનેકવાર રજૂઆત કરી હતી વારંવારની રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ નિરાકરણ ન આવતા આજે મોટી દુર્ઘટના થતી અટકી હતી સ્થાનિકોએ યોગ્ય નિરાકરણ ના આવે તો ન્યાયપાલિકાના દરવાજા ખખડાવવાનો નિર્ણય કર્યો હોવાનું સૂત્રો થકી જાણવા મળ્યું હતું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *