Geo Gujarat News

વાગરા: જ્યુબિલન્ટ ભરતીયા ફાઉન્ડેશન દ્વારા સલાદરા પ્રાથમીક શાળાને કમ્પ્યુટર લેબની ભેટ અપાઈ

વાગરા તાલુકાની લાયત જીઆઈડીસીમાં આવેલી જ્યુબિલન્ટ કંપની દ્વારા આસપાસનાં વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને ખેતીવાડીને લગતા અનેક સેવાકીય અને જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે. તેના ભાગરૂપે આજરોજ સલાદરા ગામની પ્રાથમીક શાળાને કમ્પ્યુટર લેબ ની ભેટ અપાઈ હતી.

જ્યુબિલન્ટ ભરતીયા ફાઉન્ડેશન દ્વારા તેમની સીએસઆર કામગીરીની અંતર્ગત અનેક સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે. સમાજમાં બદલાવ આવે, શિક્ષણનું સ્તર વધે, આરોગ્યની સુવિધા મળી રહે તેમજ આસપાસના ખેડુતો જાણકાર બની સારી ખેતી કરીને વધુ ઊપજ મેળવી શકે તે માટે જ્યબિલન્ટ ભરતીયા ફાઉન્ડેશન અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યુ છે. જેના ભાગરુપે આજરોજ સલાદરા ગામની પ્રાથમીક શાળામાં 3 લાખના ખર્ચે તૈયાર થયેલી અત્યાધુનિક કમ્પ્યુટર લેબ અર્પણ કરાઈ હતી. જેનું ઉટ્ઘાટન વાગરા તાલુકા પંચાયતના મદદનીશ ઈજનેર મેહુલ ગામીત, સીઆરસી કોર્ડિનેટર કડોદરા જયેશ પટેલ એસોસિએટ ડાયરેકટર સીએસઆર દેવિના કલમનાં હસ્તે કરાયુ હતું, આ કાર્યક્રમમાં જ્યુબિલન્ટનાં પીઆર હેડ અલ્કેશ રાણા, સીએસઆર ડેપ્યુટી મેનેજર સૌરવ ચક્રવતી અને તેમની ટીમના સેજલ ચૌહાણ, ડો. શૈલેષ નકુમ, સલાદરાનાં મુખ્ય શિક્ષક યુસુફ પટેલ સહિત અન્ય મહાનુભવો, વાલીઓ અને ગામના વડીલો ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે મુખ્ય શિક્ષક યુસુફ પટેલ જ્યુબિલન્ટ ફાઉન્ડેશન સહિત શાળામાં નોટબુકની સેવા આપનાર દેક્કન ફાઈન કેમિકલ્સ તેમજ અન્ય સેવાકીય સલતો આપનાર ગુજરાત કેમિક પોર્ટ લીમીટેડ, બિરલા ગ્રાસીમ સહીતની કંપનીઓનો આભાર વ્યક્તકર્યો હતો.

નઈમ દિવાન, વાગરા

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *