Geo Gujarat News

વાગરા: સાયખાની પ્રાથમિક મિશ્રશાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪ની ઉજવણી કરાઈ

વાગરા તાલુકાના સાયખા ગામની પ્રાથમિક મિશ્રશાળા ખાતે શાળા મામલતદાર, ધારાસભ્ય સહિતના મહાનુભાવોની હાજરીમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪ની ઉજવણી કરવામાં આવી હતી.

સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ભરૂચ જિલ્લો પણ બાકાત રહ્યો નથી. જિલ્લા વહીવટી તંત્ર ગામે ગામ શાળા પ્રવેસોસ્તવના કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વાગરા તાલુકાના સાયખા ગામે આવેલ પ્રાથમિક મિશ્ર શાળા ખાતે વાગરા વિધાનસભાના ધારાસભ્યશ અરૂણસિંહ રણાના અઘ્યક્ષસ્થાને શાળા પ્રવેસોસ્તવનો કાર્યક્રમ યોજાયો હતો.

આ વેળાએ વાગરા મામલતદાર મીના બહેન, ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમા, ભૂતપૂર્વ જિલ્લા પંચાયતમાં સદસ્ય મહેન્દ્રસિંહ રાજ, સરપંચ જયવીરસિંહ રાજ,એસ.એમ.સી સાયખા અધ્યક્ષ મીનાબેન રાઠોડ, તાલુકા પંચાયતના સદસ્ય જીતેશભાઇ પટેલ, લાયઝન અધિકારી અરવિંદભાઈ વાજા, સરદારસિંહ પરમાર, ગામજનો તથા શાળા પરિવારની હાજરીમાં બાલવાટિકાના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તદુપરાંત સુનીલસિંહ રાજ તથા રાજેન્દ્રસિંહ રણા તરફથી શાળાના કુલ ૧૩૦ બાળકોને નોટબુક અને બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંતે મહેમાનો દ્વારા સ્કૂલના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

નઈમ દિવાન, વાગરા

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *