Geo Gujarat News

આમોદ: નગરપાલીકાના ભંગારની હરાજીના રૂપિયા ૧.૫૦ લાખ બાબતે પોલીસની ધીમી પણ મક્કમ ગતિથી ચાલતી તપાસ.!!

આમોદ નગરપાલિકા દ્વારા પાલિકાના ભંગારના સામાનની હરાજી કરવામાં આવી હતી.જેમાં પાલિકાના ભંગારની આવકમાંથી ૫.૫૦ લાખની આવક પ્રાપ્ત થઈ હતી.પરંતુ એજન્સી દ્વારા ૧૧ મે ૨૦૨૩ ના રોજ ૩.૬૦ લાખ જ ઓનલાઇન પાલિકાના ખાતામાં જમા કરાવ્યા હતા.પંરતુ બાકીની રકમ હજુ સુધી જમા કરવામાં આવી નથી.જે બાબતે વિપક્ષે પ્રાદેશિક નિયામક તેમજ વીજીલન્સ કમિશનરને કાર્યવાહી કરવા જણાવ્યું હતું.જેની પોલીસ તપાસની કાર્યવાહી શરૂ થતાં પાલિકા શાસકોમાં હડકંપ મચી જવા પામ્યો છે.ત્યારે તપાસના કામે પોલીસે આમોદ નગર પાલિકાના જવાબદાર પદાધિકારી,કર્મચારી તેમજ અધિકારીઓના પણ નિવેદનો લઈ મક્કમ ગતિથી તપાસ આગળ વધારી છે.જેથી પાલિકાના તત્કાલીન પ્રમુખ સહિત જવાબદાર પદાધિકારીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

વિપક્ષી સદસ્યે પ્રાદેશિક નિયામક તેમજ વીજીલન્સ કમિશનરને ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી..

જો કે આમોદ નગરપાલિકાની ભંગારની હરાજી લેનાર એ.એમ. કોલસાવાલાએ ૧૪ મી માર્ચના રોજ આમોદ નગરપાલીકાના મુખ્ય અધિકારીને સંબોધી ભંગારની હરાજી બાબતે લેખિત ખુલાસો કર્યો હતો.જેમાં જણાવ્યું હતું કે ૩,૬૦,૯૩૩ રૂપિયા ઓનલાઇન જમા કરાવ્યા હતા.જ્યારે બાકીના ૧,૫૦,૦૦૦ રૂપિયા રોકડા તત્કાલીન પ્રમુખ મહેશભાઈ ધૂળાભાઈ પટેલ તેમજ કારોબારી અધ્યક્ષ બીજલ ભરવાડને આમોદ પાલિકા સદસ્ય અક્ષર પટેલ, નગરપાલિકા ઇજનેર તથા એકાઉન્ટન્ટની હાજરીમાં જમા કરાવ્યા હતા.ત્યારે આમોદ પાલિકાના ભંગારની હરાજીના રૂપિયા ૧.૫૦ લાખ કોણ લઈ ગયું તે બાબતે આમોદ પોલીસ હાલ ધીમી પણ મક્કમ ગતિથી તપાસ કરી રહી છે.અને ટૂંક સમયમાં જ જવાબદારો સામે પોલીસ ફરિયાદ પણ નોંધાશે તેમ આધારભૂત સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

પોલીસની ધીમી ગતિથી ચાલતી તપાસમાં રાજકીય દબાણ જવાબદાર?

આમોદ નગરપાલીકાના ભંગારના સામાનની હરાજીના રૂપિયા ૧.૫૦ લાખ હજુ સુધી પાલિકામાં જમાં નહી થતાં વિપક્ષે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા ઘણા સમયથી પોલીસ તપાસ ચાલી રહી છે.ત્યારે પોલીસ ઉપર રાજકીય દબાણ હોવાને કારણે પાલિકાના ભાજપના રાજકીય પદાધિકારીઓને બચાવવા માટે પોલીસ ધીમી ગતિથી તપાસ કરતી હોવાનું આમોદ નગરમાં ચર્ચાઇ રહ્યું છે.

યાસીન દિવાન, આમોદ

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *