Geo Gujarat News

ઝઘડિયા: સેન્ચ્યુરી એન્કા લિમિટેડ યુનિટ- રાજશ્રી પોલિફિલ દ્વારા શાળા પ્રવેશોઉત્સવ અને કન્યા કેળવણીની ઉજવણી કરાઇ

ઝઘડીયા તાલુકાના બામલ્લા ગામ પાસે આવેલ સેન્ચ્યુરી એન્કા લિમિટેડ યુનિટ- રાજશ્રી પોલિફિલ કંપની દ્વારા ઝઘડીયા તાલુકાના વિવિધ ગામડાઓમાં સી.એસ.આર યોજના અંતર્ગત શિક્ષણને લગતા તથા ગામડાની આદિવાસી પ્રજાની પ્રાથમિક જરૂરિયાતને લગતા કામો કરવામાં આવે છે. આ ઉપરાંત ભરુચ જિલ્લાના અન્ય વિવિધ ગામોમાં અનેક વિકાસલક્ષી અને લોક ઉપયોગી કાર્ય થઇ રહ્યા છે. હાલમાં વેકેશન બાદ શાળાઓ ખૂલી ગઈ છે ત્યારે તેના સંદર્ભમાં ગુજરાત સરકારના કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ 2024ના કાર્યક્રમ નિમિત્તે ઝઘડીયા તાલુકામાં આવેલ સેન્ચ્યુરી એન્કા લિમિટેડ (યુનિટ- રાજશ્રી પોલિફિલ) દ્વારા ઝઘડીયા તાલુકાની ૧૮ આગણવાડીઓ અને ૧૭ પ્રાથમિક શાળાઓમાં સ્કૂલબેગ, કમ્પાસ બોક્સ, પેન-પેન્સિલ, લોંગબૂક, ચિત્રકલા, સ્કેચપેન, કમ્પાસ કીટ, બોલલપેન, યુનિફોર્મ અને શુઝ તેમજ રમકડાની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો કુલ ૧૨૬૦ જેટલા જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને તેનો લાભ મળ્યો છે. આ ઉપરાંત કુલ ૧૮ જેટલી આંગણવાડી કેન્દ્રોમાં પણ વિવિધ રમકડાઓની કિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉપરોક્ત કાર્યક્રમમાં તમામ શાળાના આચાર્ય ,ગામના સરપંચ ગામના આગેવાનો, ફાળવેલ સરકારી કર્મચારીઓ તથા સેન્ચ્યુરી એન્કા લિમિટેડ (યુનિટ- રાજશ્રી પોલિફિલ) કંપનીના વિવિધ અધિકારીઓ શાળા પ્રવેશોઉત્સવ અને કન્યા કેળવણીના ત્રણ દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

કાદર ખત્રી, ઝઘડિયા

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *