
ડેડીયાપાડા તાલુકાના કંકલા (પીપલા) ગામે આવેલી ગૌચરની જમીનમાં કઠિતપણે ગેરકાયદે રીતે છેલ્લાં ૧૦ વર્ષથી થયેલા દબાણને ડેડીયાપાડાના TDO દૂર એ જગ્યા ઉપર વૃક્ષારોપણ કરાવ્યું છે.
ડેડીયાપાડાનાં તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોનીને ગૌચરમાં થયેલા ગેરકાયદે દબાણો અંગેની અરજી તા. ૨૬ જૂનના રોજ મળી હતી. જેમાં કંકાલા (પીપલા) ગામનાં રાજેશ વસાવા દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી ગામની ગૌચરની જમીનમાં ગેરકાયદે રીતે દબાણ કરીને ખેતી કરતા હતા.જો કે તેની સામે અરજી થતા તા-૨૭મી જૂનના રોજ તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોની,મદદનીશ તાલુકા વિકાસ અધિકારી દિવ્યેશ વસાવા, અ.મ.ઈ. અક્ષર સોનાણી તેમજ ત.ક.મંત્રી સાથે સ્થળ ઉપર પહોંચી જઈને તેનો તાગ મેળવ્યો હતો.અને ખરા અર્થમાં ગૌચર જમીનમાં બિનઅધિકૃત દબાણ થતા જ તાત્કાલિક રીતે દબાણ દુર કરાવી દીધું હતું.ખુદ TDOએ આ પ્રશ્નને ખુબ જ ગંભીરતાથી લઈને આ ગૌચરની જમીન ઉપર તા-૨૯મી જુને સામાજિક વનીકરણ ડેડીયાપાડાની મદદે વૃક્ષારોપણ કરાવી દીધું હતું.

ડેડીયાપાડાના TDO જગદીશ સોનીએ જણાવ્યું હતું કે જો કોઈ ગેરકાયદે દબાણ કર્યાની અરજી મળશે તો તરત જ જનહિતમાં કાર્યવાહી કરીને દબાણો દુર કરાશે. હવે ડેડીયાપાડા તાલુકામાં વહીવટીતંત્ર કઠિતપણે ગૌચરની જમીન બિનઅધિકૃતપણે દબાણો કરીને ખેડતા શખ્સો સામે લાલ આંખ કરતા ફફડાટ ફેલાઈ ગયો છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com