ભરૂચના પારખેત સ્થિત પ્રાથમિક મિશ્ર શાળામાં એસ આર એફ ફાઉન્ડેશન તેમજ એસ એમ સી પ્રાથમિક મિશ્રશાળાના સંયુક્ત ઉપક્રમે વાલી સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આયોજિત કાર્યક્રમમાં એસ આર એફ ફાઉન્ડેશનની ટીમ, CRC ઘનશ્યામ સાહેબ, પારખેત ગ્રામ પંચાયત સરપંચ સઈદાબેન ઉસ્માન રોકડ, ડે.સરપંચ અ.સત્તાર મતાદાર, સભ્યશ્રીઓ, SMC ના અધ્યક્ષશ્રી, સભ્યશ્રીઓ, ગામના આગેવાનો તેમજ ખૂબજ મોટી સંખ્યામાં વાલી મિત્રો ઉપસ્થિત રહ્યાં હતા.

ઉપસ્થિત મહાનુભવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આવેલા તમામ મહાનુભવો તેમજ વાલી મિત્રોનું શાળાના આચાર્ય સાહેબે શાબ્દિક સ્વાગત કર્યું હતું. શાળાના શિક્ષક દ્વારા સરકારની વિવિધ યોજનાઓની રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. અંતમાં એસ આર એફ ફાઉન્ડેશનના સિનિયર અધિકારી નિશાબેન જુનેજાએ પોતાના વક્તવ્ય દ્વારા વાલીઓને પોતાના બાળકોના શિક્ષણ પ્રત્યે જાગૃત થાય એ માટે જાગૃતિ લાવવા અનુરોધ કર્યો હતો. પારખેત ગ્રામ પંચાયત ની ટુંકી મુલાકાત લીધી હતી.

વરસાદી વાતાવરણ હોવા છતાં આ કાર્યક્રમમાં ખૂબજ મોટી સંખ્યામાં જાગૃત વાલીઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com