Geo Gujarat News

ભરૂચ: આગામી મોહરમના પર્વ નિમિત્તે રસ્તાઓ રીપેરીંગ, સાફસફાઈ તથા લાઈટની સુવિધા અંગે તાજીયા કમિટીની પાલિકામાં રજુઆત

  • મોહરમના પર્વ નિમિત્તે તાજીયા કમિટી દ્વારા સુવિધાની માંગ 
  • ઝુલુસના રૂટ પરની સાફ-સફાઈ કરાવા રજુઆત..
  • લાઈટ, ટ્રેકટર, બોટ સહિતની વ્યવસ્થા પુરી પાડવા રજુઆત..
  • ગત વર્ષોની ભુલોનું પુનરાવર્તન ન થાય તે માટે પણ પાલિકાને ટકોર કરાઈ..

આગામી દિવસોમાં મુસ્લિમ સમુદાયનો પવિત્ર મોહરમનો પર્વ આવી રહ્યો છે. ત્યારે ભરૂચમાં અનેક વિસ્તારોમાંથી મોહરમના તાજીયા નીકળવાના હોઈ ત્યારે શહેરમાં ઠેર-ઠેર ગંદકી સહિત લાઈટની વ્યવસ્થા બાબતે પાલિકામાં રજુઆત કરવામાં આવી છે. બિસ્માર રોડ રીપેર કરવા, સાફ સફાઈ કરવી તેમજ લાઇટની વ્યવસ્થા પુરી પાડવા અંગે ભરૂચ શહેર જિલ્લા તાજીયા કમિટી દ્વારા ભરૂચ નગરપાલિકાના પ્રમુખને લેખિત રજુઆત કરવામાં આવી છે. તાજીયા કમિતાના લેટરહેડ પર રજુઆત કરવામાં આવી છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી તા.૮, જુલાઈના રોજથી મુસ્લિમ સમાજના મહોરમનો પર્વની શરૂઆત થાય છે, તેમજ તા. ૧૬ અને તા. ૧૭ના દિવસે મોહરમનું ભવ્ય જુલુસ કાઢવામાં આવશે તેમજ તા. ૧૮, જુલાઇએ તાજીયાનું વિસર્જન કરવામાં આવશે. આ જુલુસનું રૂટ ફુરજા જેટી, લાલવાડી- પીરકાંઠી- મોટા ચાર રસ્તા -૩દરગાહ – નાના નાગોરીવાડ ચુનાવાલા ચોક-ગાંધી બજાર- ફોટા તળાવ- કતોપોર દરવાજા-વડાપાડા-લાલ બજાર-જુમ્મા મસ્જીદ, આ રૂટ પર જુલુસ કાઢવામાં આવશે. આ રૂટ પર ખાસ કરીને ચુનાવાલા ચોકથી લઈ ફાટાતળાવ મંદિર સુધીનો માર્ગ અત્યંત ખરાબ હાલતમાં છે. જેને મોહરમ પર્વના જુલુસ પહેલા સમારકામ કરી આર.સી.સી. પેચ વર્ક કરવું જરૂરી જણાઈ રહ્યું છે. સાથેજ આ રૂટ પર જયાં-જયાં રસ્તા પર ખાડા હોય તેને પણ આર.સી.સી. પેચ વર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

ફાઇલ તસ્વીર
ફાઇલ તસ્વીર

ઝુલુસના રૂટ પરની સાફ-સફાઈ કરાવા રજુઆત

વધુમાં જણાવાયું છે કે, આ રૂટ પર આવતી તમામ કાંસ ગટરો, ખુલ્લી ગટરો તેમજ આ રૂટ પર સાફ-સફાઈ કરવા પણ તાકીદ કરાઈ છે. ખાસ કરીને આ રૂટ પર શહેરનું મુખ્ય બજાર હોવાથી રોજ-બરોજનો કચરો ખુબ મોટા જથ્થામાં ભેગો થાય છે જેથી દરરોજ આ કચરાનો નિકાલ કરવા પણ જણાવાયું છે. શહેરના ચાર રસ્તાથી ફાટાતળાવા રસ્તા સુધીના ગટરના કામમાં વચ્ચે જે ભાગ ખુલ્લા છે. તેની ઉપર લોખંડની જાળી નાખવાની વ્યવસ્થા કરવી જેથી કરી કોઈ અનિચ્છનીય બનાવ બને નહિ. વધુમાં મોહર્રમના તાજીયા જે રૂટ ઉપરથી પસાર થાય છે. જેવા કે ફુરજા બંદરથી લઈ ચાર રસ્તા-ફાટતળાવ- કતોપોર દરવાજા-વડાપાડા- લાલ બજારથી જુમ્મા મસ્જીદ અને જુમ્મા મસ્જાદથી કતોપોર બજાર તેમજ ચાર રસ્તાથી લઈ ડુંગાજી સ્કુલ સાથે સાથે પીરકાંઠીથી લઈ લાલવાડી સુધીની રૂટ પર આવતી તમામ કાંસ ગટરો, ખુલ્લી ગટરો સાફ કરવી તેમજ આ રૂટ પર સફાઈ કરી અને ખાસ કરીને આ માર્ગ શહેરનું મુખ્ય બજાર હોવાની રોજ બરોજનો કચરો ખુબ મોટા જથ્થામાં એકઠો થાય છે, આ કચરાનો દરરોજ યોગ્ય નિકાલ કરવા વિનંતી છે. ઘણી જગ્યા પર ગટરો મોટી અને ઉઠી હોવાના કારણે જુલુસ દરમ્યાન કોઈ બનાવ ન બને તેવી જગ્યા ઉપર લોખંડની જાળી નાખવાની વ્યવસ્થા કરવી. તેમજ તાજિયાના રૂટ પર લાઈટો (ફોકસ લાઈટ) ની પણ વ્યવસ્થા કરવા વિનંતી કરાઈ છે.

લાઈટ, ટ્રેકટર, બોટ સહિતની વ્યવસ્થા પુરી પાડવા રજુઆત

તદુપરાંત જે મોહલ્લા અને શેરીઓમાં તાજિયા બનાવવાનું કાર્ય તથા મોહરમના તા. ૦૮/૦૭/૨૦૨૪ થી તા.૧૭/૦૭/૨૦૨૪,૧૦ દિવસ દરમ્યાન ધાર્મિક આયોજન કરવામાં આવે છે. ત્યાં સાફ-સફાઈ નિયત રીતે થાય તેનું યોગ્ય ધ્યાન આપવા પણ તાકીદ કરાઈ છે. તા. ૦૭/૦૭/૨૦૨૪ થી તા. ૧૭/૦૭/૨૦૨૪, દરમ્યાન વ્હોરા સમાજનો મહોરમનો પર્વ હોવાને કારણે વ્હોરવાડ તથા કોટ પારસીવાડ દાઉઢી વ્હોરા સમાજના વિસ્તારમાં મસ્જીદ પાસે ગટર તથા સાફ-સફાઈનું યોગ્ય આયોજન કરવા પણ વિનંતી કરાઈ છે. આ વિસ્તારની દાઉદી વ્હોરા સમાજની મોજીદ પાસે તથા વ્હોરવાડના મુખ્ય ફળિયા (ઈબ્રાહીમભાઈ મોબાઈલવાલાના રહેઠાણ) વાળા વિસ્તારમાં લાઈટના ફોકસ લગાવવા બાબત, તાજિયા જુલુસના બીજા દિવસે એટલે કે તા. ૧૮/૦૭/૨૦૨૪ ગુરૂવારના વિસર્જન નર્મદા નદીમાં ફુરજા બંદર ખાતે કરનાર હોવાથી આ માટે ૪ (ચાર) બોટની વ્યવસ્યા કરવા તથા ફુરજા બંદરની નદીના કિનારા સુધી જવા માટે ૨ અથવા ૩ ટ્રેક્ટરની પણ વ્યવસ્થા કરવા સાથે કાચો રસ્તો બનાવવા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત જી.યુ.ડી.સી. દ્વારા અંડર ગ્રાઉન્ડ ગટર લાઈના નાંખી હોય હસુબાવા દરગાહ થઈ ઘાંસમંડાઈથી લઈ ૩ દરગાહ સુધીના ચેમ્બરો વારંવાર બ્લોક થવાથી ગંદુ પાણી રોડ પર વહે છે જેથી આ ચેમ્બરોની સાફ-સફાઈ કરવા પણ પાલિકાને ટકોર કરાઈછે.

ગત વર્ષોની ભુલોનું પુનરાવર્તન ન થાય તે માટે પણ ટકોર કરાઈ

નોંધનીય છે કે, ગત વર્ષે ભરૂચ નગરપાલિકા દ્વારા પેચ વર્કની કામગીરી નબળી હોવાના કારણે અને લાઈટોની વ્યવસ્થા પુરતા પ્રમાણમાં ન કરવાના કારણે ઝુલુસ દરમિયાન ખુબજ હાલાકી વેઠવી પડી હતી, જેથી આ વર્ષે આ બાબત પર અચૂક ધ્યાન આપવામાં આવે અને રૂટની ઉપર અને તાજિયા સ્થાપના થાય ત્યાં બંધ લાઈટોને પણ ચાલુ કરવામાં તેવી વિનંતી કરાઈ છે. ભરૂચ શહેર જિલ્લા તાજીયા કમિટીના પ્રમુખ ફહીમ નઝીર શેખ દ્વારા પાલિકાના મુખ્ય અધિકારીને સંબોધીને લેખિત રજુઆત કરી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *