ભરૂચ જીલ્લામાં પ્રથમ વરસાદે માર્ગોની સત્યાનાશ વાળી દીધું છે અને તેવામાં ઝાડેશ્વરના તુલસીધામ વિસ્તારમાં ભોલાવ અને ઝાડેશ્વર ગ્રામ પંચાયતના સંકલનના અભાવે ભોલાવ ગ્રામ પંચાયતે મુખ્ય માર્ગ ખોદાવી ગટર લાઈન નંખાવતાં સ્થાનિક રહીશો,વાહન ચાલકો અને શાળાએ જતા વિદ્યાર્થીઓએ અકસ્માતનો ભોગ બનવું પડતા આપ દ્વારા બિસ્માર માર્ગ ઉપર ભાજપના ઝંડા ઉપર ભાજપની ટોપી લગાવી અનોખો વિરોધ કરી રહ્યા છે.

ભરૂચ જીલ્લામાં પ્રથમ વરસાદે જ પ્રિમોન્સુન કામગીરીની પોલ ખોલી નાખી છે.ઘણા વિસ્તારોમાં કોન્ટ્રાકટરોએ પોતાના ફાયદા માટે ચોમાસુ આવનાર હોવાનું છતાં જાહેરમાર્ગો ઉપર ખોદાણ કરી કામગીરી અધૂરી છોડી દીધી છે જેના કારણે વરસાદી પાણી ભરાવા સાથે કાદવ કીચડ થી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.સાથે જ પૂર્વ પટ્ટી વિસ્તારમાં ભોલાવ અને ઝાડેશ્વર ગ્રામ પંચાયતના સંકલનના અભાવે ભોલાવ પંચાયતે ચોમાસા પૂર્વે જ મુખ્યમાર્ગ ખોદાવી ગટર લાઈન નખાવી દેતા આ વિસ્તારમાં આવેલી સંખ્યા બંધ સોસાયટીના રહીશો,શાળાના વિદ્યાર્થીઓ અને નોકરિયાતો તેમજ સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવા સાથે ટુ વહીલર વાહન ચાલકો માર્ગ ઉપર કાદવ કીચડના કારણે લોકોના વાહનો લપસીને પટકાતા હોય અને અકસ્માતનો ભોગ બનતા હોય ત્યારે જો કોઈપણ વાહન ચાલક અકસ્માતે જીવ ગુમાવશે તો પંચાયત ઉપર માનવવધની ફરિયાદ દાખલ કરી ન્યાયની આશાઓ મેળવી શકે તેમ છે.

સમગ્ર માર્ગનું સત્યાનાશ વાળી દેતા આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખની આગેવાનીમાં મુખ્યમાર્ગ ઉપર પંચાયતની લાપરવાહી સામે રોષ ઠાલવી ગટર લાઈનમાં ભરાયેલા પાણીમાં ભાજપની ઝંડી સાથે ટોપી લગાવી અનોખો વિરોધ દર્શાવતા ભાજપીયાઓમાં પણ ખળભળાટ ઉભો થયો છે.

ભરૂચ જીલ્લાના નવ તાલુકાના મુખ્યમાર્ગોનું ધોવાણ થતા અનોખો વિરોધ
ભરૂચ જીલ્લામાં લોકસભાની ચૂંટણી માં મતદારોએ પોતાનો મિજાજ બતાવ્યો છે.છતાં ભરૂચ માં ભાજપની નિષ્ક્રિયતા આગામી દિવસોમાં નુકશાન કરે તેમ છે.ત્યારે ચોમાસાના પ્રથમ વરસાદે જ ફરી એકવાર કોન્ટ્રાકટરો ની ભ્રષ્ટાચારોની પોલો ખુલ્લી મૂકી દીધી છે.જેના પગલે ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં બિસ્માર બની ગયેલા માર્ગો,ગટરો ઉપર ભાજપના ઝંડા લગાવી સોશયલ મીડિયા ઉપર ફોટા અને વિડીયો વાયરલ કરી અનોખો વિરોધ કરી રહ્યા છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com