ભરૂચ-જંબુસરને જોડતા માર્ગ પર આમોદ નજીકથી પસાર થતી ઢાધર નજીક બે ટ્રક સામસામે ભટકાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. જોકે સદ્દનસીબે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
સમગ્ર બનાવ અંગે સૂત્રો થકી જાણવા મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે 7 વાગ્યાના અરસામાં આમોદ-જંબુસર માર્ગ ઉપર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. ભરૂચ-જંબુસરને જોડતા નેશનલ હાઇવે નંબર 64 ઉપર આમોદ નજીકથી પસાર થતી ઢાધર નદીના બ્રિજ નજીક બે ટ્રકો સામસામે અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં બંને ટ્રકોનો કચ્ચરધાર વળી ગયો

સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા સામેથી આવતી ટ્રકમાં ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. ચાલકને ઝોકુ આવી જવાને કારણે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે સદ્દનસીબે ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલ સાંપડ્યા ન હતા. પરંતુ બંને ટ્રકોનો કચ્ચરધાર વળી ગયો હતો. જેને લઈ ટ્રક માલિકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. બનાવને પગલે માર્ગ ઉપર ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાંજ આમોદ પોલીસ ઘટને દોડી જઇ રોડ વચ્ચે પડેલ અકસ્માતગ્રસ્ત ટ્રકોને ક્રેઇનની મદદથી સાઈડમાં કરાવી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો.

યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com