Geo Gujarat News

ભરૂચ: સામુહિક આપઘાતની ઘટના બની, પતિ -પત્ની અને પુત્રના મૃતદેહ મળી આવ્યા, પોલીસે તપાસ શરુ કરી | VIDEO

  • સામુહિક આપઘાતની ઘટનાથી પંથકમાં ચકચાર..
  • પરિવારમાં રાતે તકરાર થઇ હોવાની આશંકા..
  • પત્નીની આત્મહત્યા બાદ રોષે ભરાયેલા પતિએ પુત્રની હત્યા કરી હોવાની આશંકા..
  • સંતાનની હત્યા બાદ શખ્શે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન..
  • પોલીસ ઘનાસ્થળે પહોંચી વધુ તપાસ કરી રહી છે..

વિડીયો જોવા માટે લિંક ઉપર ક્લિક કરો.

https://youtu.be/rUwbIK32RZ8

ભરૂચ રેલવે કોલોનીમાં સામુહિક આપઘાતની ઘટના

બનાવ અંગે સૂત્રો થકી પ્રાપ્ત થતી માહિતી મુજબ ભરૂચ રેલવે કોલોનીમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. ઘટના પાછળનું કારણ હજી અકબંધ રહ્યું છે. ઘટનામાં ઘરમાંથી પત્નીની લટકતી અને બાળકની પલંગ પરથી લાશ મળી આવી છે. પુત્રને ગળે ટૂંપો દઈ હત્યા કર્યા બાદ અંકલેશ્વર નજીક ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પરિવારમાં રાત્રે તકરાર થઇ હોવાની આશંકા..

ભરૂચ રેલવે કોલોનીમાં ઘટના બની હતી. બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર અને ભરૂચ રેલવે પોલીસે મૃતદેહને પોસ્ટ મોટર્મ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી ઘટનાની વધુ તપાસ શરુ કરી છે. મૃતકના નામ જતીન મકવાણા, કૃપલ બેન મકવાણા અને 10 વર્ષીય બાળક વિહાન મકવાણા હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *