Geo Gujarat News

ભરૂચ: પારખેત ગામે વર્ષો જૂની જર્જરીત પાણીની ટાંકી સલામતીના ભાગરૂપે ધ્વસ્ત કરાઈ

  • વર્ષો જૂની જર્જરિત પાણીની ટાંકી જમીનદોસ્ત કરાઈ
  • સલામતીના ભાગરૂપે કામગીરી આરંભાઈ..
  • 1959 માં ટાંકીની સ્થાપના કરાઈ હતી..

ભરૂચ તાલુકાના પારખેત ગામ ખાતે 1959માં સ્થાપિત થયેલ પાણીની ટાંકીને સલામતીના ભાગરૂપે ધરાશાયી કરવામાં આવી હતી. વર્ષોથી કાર્યરત પાણીની ટાંકી દ્વારા ગામમાં પાણી પૂરું પાડવામાં આવી રહ્યું હતું. જોકે વર્ષો થઈ જવાને કારણે ટાંકી જર્જરીત હાલતમાં હોય જેથી સલામતીના ભાગરૂપે ટાંકીને જમીનદોસ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જર્જરીત પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થાય અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે હેતુસર પાણીની ટાંકીને વર્ષો બાદ જમીન દોસ્ત કરવામાં આવી હતી. પંચાયતના સરપંચ સહિત ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં કામગીરી હાથ ધરાઈ હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *