કરજણના હલદરવા ગામના પરમારવાસ આગળના કમ્પાઉન્ડમાં આવેલા નાળિયેરીના જોખમી વૃક્ષો દુર કરવા રહીશ દ્વારા માગ કરવામાં આવી છે. પરમારવાસમાં રહેતા હિતેશ પરમારે નિવેદનમાં જણાવ્યું હતું કે પરમાર ફળિયા આગળ એક કમ્પાઉન્ડ આવેલું છે. તે કમ્પાઉન્ડમાં નાળિયેરીના મોટા મોટા વૃક્ષો ઉગાડેલા છે. નાળિયેરીના જોખમી વૃક્ષો દુર કરવા બે વર્ષ અગાઉ અમે સંબધિતોને રજુઆત કરી હોવાનું તેઓએ જણાવ્યું હતું. પરંતુ સંબંધિતો દ્વારા વૃક્ષો દુર કરવા ધ્યાન ન આપ્યું હોવાના તેઓએ આક્ષેપ કર્યાં હતા.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે બે વર્ષ અગાઉ એક મકાન પર નાળિયેરીનું વૃક્ષ પડતા નુક્સાન થયું હતું. આજે ફરી એક વૃક્ષ મારા મકાન પર પડતા મકાનને નુક્સાન થયું છે. પતરા તૂટી ગયા છે અને દીવાલોમાં તિરાડો પડી ગઇ હોવાનું તેઓએ જણાવ્યું હતું. હિતેશ પરમારે હજુ પણ એક નાળિયેરીનું વૃક્ષ ધરાશાયી થાય એવી ભીતિ સેવી છે. તો તંત્ર દ્વારા તાત્કાલિક નિરાકરણ લાવવા રહીશ દ્વારા માગ કરવામાં આવી છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com