- વડીયા મંદિરથી માલસર બ્રિજ તરફનો માર્ગ બન્યો બિસ્માર
- એકજ વરસાદે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાંખી
- આ માર્ગ પર વડીયા મંદિર પાસે નાળાનું બાઉન્ડીંગ ધસડી પડ્યું

ઝઘડિયા પંથકમાં ઠેર ઠેર રસ્તા ઓ બિસ્માર બનતા વાહન ચાલકો ની હાલત કફોડી બની ઝઘડિયા તાલુકામાં અશા માલસર બ્રિજ નું કામ ગત વર્ષોમાં જ પૂર્ણ થયું છે.જે બ્રિજ બનવાથી વડોદરા ,ડભોઇ તરફ જતા વાહન ચાલકો ને મોટી રાહત થઇ છે. પરંતુ એક વર્ષ પહેલા થયેલા કામોમાં ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી છે. આ માર્ગ અત્યંત બિસ્માર બનતા ઠેર ઠેર ખાડા પડી જતાં વાહન ચાલકોને અગવડ પડી રહે છે.

આ માર્ગ ઉપર ઓવર લોડ વાહનો ને લઈ માર્ગ બિસ્માર બન્યા ના આક્ષેપ લોકો એ કર્યા હતા. અને આજ માર્ગ પર આવેલ તાલુકાના વડીયા મંદિર પાસે નાળા ની બાજુમાં રસ્તો રોડની ખરાબ કામગીરી ના પગલે ઢસડી પડયો છે .જેના પગલે મોટો ખાડો પડી ગયેલ છે જેને લઇ કોઈ વાહન ચાલક આ ખાડા મા ખાબકે તો મોટો અકસ્માત થઈ શકે છે .માર્ગ અને મકાન વિભાગ દ્વારા બેદરકારી છોડી આ માર્ગ પર પડેલ ખાડા તેમજ વડીયા મંદિર પાસે નાળાનું બાઉન્ડીંગ ધસડી પડયું છે તેનું સમારકામ કરવામાં આવશે? કે પછી કોઈ મોટા અકસ્માત થવાની વાટ જોવામાં આવશે તેવી ચર્ચા લોકોમાં ચર્ચાઈ રહી છે!

કોઈ મોટો અકસ્માત થાઇ એ પેહલા આ માર્ગ ની કામગીરી થાઇ એવી લોક માંગ ઉઠવા પામી છે .આ એહવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર દ્વારા આ માર્ગની કામગીરી કરવામાં આવે છે કે કેમ તે તો સમય બતાવશે.

કાદર ખત્રી, ઝઘડિયા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com