Geo Gujarat News

વાગરા: જોલવાના રહેણાંક મકાનમાંથી ૨ કિલો સોના-ચાંદીના ઘરેણા મળી 18 લાખ ઉપરાંતના મત્તાની ચોરી થતાં ચકચાર.!!

મકાનના દરવાજાનો નકૂચો તોડી અજાણ્યો ઈસમ સોના – ચાંદીના અલગ અલગ ઘરેણા તેમજ રોકડા રૂપિયા મળી કુલ ૧૮ લાખ ઉપરાંતનો મુદ્દામાલનો હાથફેરો કરી ફરાર

ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના દહેજ પંથકના જોલવા નજીકના મિલેનિયમ માર્કેટના એક રહેણાંક મકાનને ચોર ઈસમે નિશાન બનાવી નકૂચો તોડી અંદર પ્રવેશી સોના ચાંદીના અલગ અલગ ધરેણા તેમજ રોકડ રૂપિયા મળી કુલ ૧૮ લાખ ઉપરાંતની મત્તાનો હાથફેરો કરી જતાં મકાન માલિકે દહેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ હતી.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના પાલી જીલ્લાના અને હાલ દહેજ પંથકના જોલવાના મિલેનિયમ માર્કેટના મકાન નંબર ૩૨૬ માં રહેતા બાબુલાલ દુદારામ ચૌધરીએ દહેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ભાડાના મકાનમાં ત્રીજા માળે રહીએ છીએ અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દુકાન આવેલી છે.તારીખ 7-7-2024 ના રોજ મે અને મારા પિતાએ રાબેતા મુજબ અમારી દુકાન ખોલેલી અને સાફ સફાઈ કરી પૂજા પાઠ કરી હાજર હતા.તે દરમ્યાન મારા માતાજી સવારના સાડા આઠ વાગ્યે મકાનને તાળું મારી નીચે આવેલ અને ત્યારે બાદ મારા પિતાજી નાહવા માટે દશેક વાગ્યાના અરસામાં ઉપર ગયેલ તે દરમ્યાન તેઓએ મકાનના દરવાજાના નકુચો તૂટેલો જોયો હતો અને અંદર જતા સામાન વેરવિખેર પડેલો હતો.જેથી દુકાને આવી મને જાણ કરતા તાત્કાલિક માતા સાથે પહોંચી પ્રથમ રૂમમાં રહેલ તિજોરી ખુલ્લી હાલતમાં હતી અને અંદર રહેલા સોના અને ચાંદીના ઘરેણા નહિ જોતા ચોરી થયું હોવાનું સામે આવ્યું હતું.ત્યાર બાદ બીજા રૂમમાં રહેલ તિજોરી પણ જોતા તે પણ ખુલ્લી હાલતમાં હતી અને અંદર રહેલા સોના અને ચાંદીના ઘરેણા મળી આવેલ નહિ.

મકાન માલિકે દહેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી 

જેના પગલે ચેક કરતા તિજોરી માં રહેલ (૧) આશરે ૦૬ તોલા વજનવાળો સોનાનો હાર જેની કિમત રૂપિયા ૩,૯૬,૦૦૦ (૨) આશરે ૦૨ તોલા વાલી સોનાની બે કંઠી જેની કિમત ૧,૩૨,૦૦૦ (૩) આશરે ૦૫ તોલા વજનવાળા બે સોનાના મંગળસૂત્ર જેની કિમત રૂપિયા ૩,૩૦,૦૦૦ (૪) આશરે ૦૧ તોલા વજનવાળી ત્રણ સોનાની વીંટી કિમત રૂપિયા ૬૬,૦૦૦ (૫) આશરે ૦૨ તોલા વજનવાળી બે સોનાની ચેન જેની કિમત રૂપિયા ૧,૩૨,૦૦૦ (૬) આશરે ૦૧ તોલા વજનવાળી સોનાની ત્રણ જોડ બુટ્ટી જેની કિમત રૂપિયા ૬૬,૦૦,૦૦૦ (૭) આશરે ૦૨ તોલા વજનવાળો સોનાનો એક ટિક્કો જેની કિમત રૂપિયા ૧,૩૨,૦૦૦ (૮) આશરે ૧ કિલો ૨૦૦ ગ્રામ વજનવાળા ત્રણ ચાંદીના કંદોરા જેની કિમત રૂપિયા ૧,૧૨,૮૦૦ (૯) આશરે આશરે ૧૦૦ ગ્રામ વજનવાળો એક ચાંદીનો જુડો જેની કિમત રૂપિયા ૯,૪૦૦ (૧૦) આશરે ૧૦૦ ગ્રામ વજનવાળી બે ચાંદીની બંગડી જેની કિમત રૂપિયા ૯,૪૦૦ (૧૧) આશરે ૧ કિલો વજનવાળા પાંચ જોડ ચાંદીના મોટા છડા જેની કિમત રૂપિયા ૯૪,૦૦૦ (૧૨) આશરે ૪૦૦ ગ્રામ વજનવાળા ત્રણ જોડ ચાંદીના નાના છડા જેની કિમત રૂપિયા ૩૭,૬૦૦ તથા બીજા રૂમની તિજોરીમાં મૂકેલા રોકડા રૂપિયા ૩,૫૦,૦૦૦ તેમજ એક મોબાઈલ જેની કિમત રૂપિયા ૩૦,૦૦૦ મળી સોનાના અલગ અલગ ધરેણા આશરે ૧૯ તોલા જેની કિમત રૂપિયા ૧૨,૫૪,૦૦૦ તેમજ ચાંદીના અલગ અલગ ઘરેણા આશરે ૨.૮૦૦ કિલોગ્રામ વજન જેની કિમત રૂપિયા ૨,૬૩,૨૦૦ અને રોકડા રૂપિયા ૩,૫૦,૦૦૦ સહિત મોબાઈલ ૩૦,૦૦૦ મળી કુલ ૧૮,૯૭,૨૦૦ ની ચોરી અંગે દહેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
દહેજ પોલીસ મથકમાં ૧૮ લાખ ઉપરાંતની ચોરી અંગેની ફરિયાદ નોંધાતા પીએસઆઈ એસ.બી.સરવૈયા તપાસ ચલાવી રહી છે.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *