આમોદ શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણા દ્વારા નગરપાલિકાના ઇન્ચાર્જ મુખ્ય અધિકારી હાજર ન હોવાથી સીટી એન્જિનિયરને આવેદન પત્ર રજૂ કર્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આમોદ શહેરના વોર્ડ નંબર એકમાં નગરપાલિકાના ઉપપ્રમુખના ઘર પાસે ગંદી ગટરમાંથી ખૂબ જ દુર્ગંધ મારતું પાણી વહી રહ્યું છે. તથા વોર્ડ નંબર 2 માં દશેરા પ્લોટ પાસે વેરાઈ માતા ના મંદિર ની સામે પાણી ભરાઈ રહે છે તથા દશેરા પ્લોટ પાસે વરસાદી પાણી નિકાલ માટે નો કાસ બંધ કરી દેવામાં આવેલ છે. જ્યારે વોર્ડ નંબર ત્રણ માં વળકરવાસ પ્રવેશદ્વાર પાસે ગટરનો કચરો હટાવવામાં આવેલ ન હોવાથી રહીશોને અવરજવરમાં તકલીફ પડે છે.

આમોદ નગરપાલિકા વિસ્તારના ધાર્મિક સ્થળો જેવા કે રામાપીર મંદિર / દશામા મંદિર /બાપાસીતારામ મંદિર / બહુચરાજી મંદિર / વેરાઈ માતા મંદિર / લાલબાપુ ની દરગાહ / પાંચ પીર દરગાહ / મજાસા દાદા ની દરગાહ / જેવા ધાર્મિક સ્થળો પાસે પણ ગટરની સાફ-સફાઈ કરવામાં આવેલ નથી. જ્યારે કેટલાક વિસ્તારોમાં પાણી નથી જતું તેની પર રજૂઆત કરવામાં આવેલ છે પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી થતી નથી.


જેથી આ ભ્રષ્ટ અને નિષ્ફળ કામગીરીના કારણે આમોદ નગરપાલિકામાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય બન્યું છે. જેના કારણે મચ્છરોનો પણ ઉપદ્રવ વધી ગયો છે અને મોટો રોગચાળાનો ભય નગરજનો અનુભવી રહ્યા છે જેથી તમામ સમસ્યા તાકીદે દૂર કરવામાં નહીં આવે તો ટૂંક સમયમાં આમોદ યુથ કોંગ્રેસ દ્વારા ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. અને જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે તેમ જણાવ્યું હતું.

યાસીન દિવાન, આમોદ
https://geogujaratnews.com/8952/
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com