પાણીનું પરિવર્તન આજની દુનિયાનું સૌથી વિકટ પ્રશ્નન આજે દુનિયા સામે છે. જળવાયુના જળવાયુના પરિવર્તનના કારણે પુર,દુકાળ,વાવાઝોડા અને વાતાવરણ માં અચાનક પલટો સહિતની ઘટનાઓ બની રહી છે જેના કારણે આપડા જીવન પર અને પ્રાણીઓ પર એક મોટો પ્રભાવ પડે છે.વાતાવરણ માં કેમિકલ ગેસો જેવી કે સીઓ નાઈટ્રિક ઓક્સાઇડ સહિતની ભળવી,વધુ પડતા, કપાતા વૃક્ષો પાણી પ્રદુષણ સહિતના કારણે વાતાવરણ પ્રદૂષિત બન્યું છે જેના કારણે મોસમમાં પણ ફેરબદલ ની ઘટનાઓ આપણે સૌ જોઈ રહ્યા છે અને જો આ વસ્તુ પર કાબુ મેળવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આ વાતાવરણમાં લોકોનું જીવવું પણ મુશ્કેલ થઈ જશે ત્યારે ગ્લોબલ વોર્મિંગ ને અટકાવવા માટેનું પ્રયાસ દરેક વ્યક્તિએ કરવું જોઈએ જેની પહેલ ભરૂચની નર્મદા કોલેજ એ કરી છે.

કોલેજ દ્વારા કેમ્પસમાં વરસ દરમિયાન વપરાતી વીજળીથી પણ વધુ વીજળીનું ઉત્પાદન કરી નર્મદા કોલેજ નફો મેળવે છે.દરેક ક્લાસરૂમમાં પાવર સેવિંગ પંખાઓ અને લાઈટ નો ઉપયોગ કરી વીજળીની બચત કરે છે કોલેજમાં સૌથી મહત્વનું રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું શરૂ કરવામાં આવી છે. નર્મદા કોલેજમાં 2300 થી વધુ વિદ્યાર્થીઓ ભણવા આવે છે ત્યારે વિદ્યાર્થીઓને શુદ્ધ પાણી મળી રહે તેની માટે આરો સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે આરો સિસ્ટમના દ્વારા વિદ્યાર્થીઓ શુદ્ધ પાણી તો પીએ છે પરંતુ આ શુદ્ધ પાણી કરવામાં 12,000 લીટર પાણી વેડફાઈ જાય છે જેને કોલેજ દ્વારા સંગ્રહ કરીને ટોયલેટ ફ્રર્સ માં વાપરીને પાણીનો સદુપયોગ કરે છે. વરસાદ પણ કોલેજના કેમ્પસમાં હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઉભી કરવામાં આવી જેમાં ત્રણ ટાંકીઓમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે.

ઉપરાંત કોલેજમાં ઘટાદાર વૃક્ષોના કારણે રોડ પર અને અન્ય સ્થળો પણ પડતા પાંદડાઓને સંગ્રહ કરીને કમ્પોસ્ટિંગ સિસ્ટમ દ્વારા કમ્પોસ્ટ કરીને ખાતરમાં ઉપયોગ કરવામાં આવે છે સાથે સાથે કોલેજમાં અને આજુબાજુનું સોસાયટી માંથી ફૂડ વેસ્ટનને મેળવી બાયોગેસનું પ્લાન્ટ ઉભું કરી ઉત્પાદન કરી પોતાના કેમ્પસમાં આવેલી કેંટિંગ સહિતની ગેસથી ચાલતી સિસ્ટમ પણ પોતે જ ડેવલોપ કરી છે. કોલેજ દ્વારા અતિ મહત્વપૂર્ણ કેમિકલ ફેકલ્ટીમાંથી નીકળતા કેમિકલના પાણીને પણ એક ટેન્કમાં સંગ્રહ કરી અંકલેશ્વરમાં આવેલા etc પ્લાન્ટમાં જ નિકાલ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે નર્મદા કોલેજના સંકુલમાં વાવેલા વૃક્ષો પર સ્કેનિંગ કોડ પણ લગાવવામાં આવ્યું છે જેનાથી વિદ્યાર્થીઓ જાણી શકે કે આ કયો વૃક્ષ છે અને કઈ પ્રજાતિનું છે સાથે સાથે કેમ્પસમાં આ વૃક્ષોના કારણે કોંગ્રેસના જંગલમાંથી લુપ્ત થતી 25 થી પણ વધુ પક્ષીઓની પ્રજાતિ નર્મદા કોલેજના સંકુલમાં જોવા મળે છે, આ રીતે ભરૂચની નર્મદા કોલેજ પર્યાવરણ બચાવવા નું એક ઉમદા કાર્ય કરી ને પોતાના કેમ્પસમાં આવતા વિદ્યાર્થીઓને શુદ્ધ પાણી શુદ્ધ હવા અને વાતાવરણ ઉપલબ્ધ કરાવે છે સાથે સાથે વિદ્યાર્થીઓને પણ કુદરતી સંપત્તાનો કાળજી બાબતે જ્ઞાન આ કેમ્પસ ઉપલબ્ધ કરાવે છે અને આવનારી યુવા પેઢી પણ કુદરતી સંપદાનું ધ્યાન રાખે તે બાબતની શિક્ષા પણ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com