જંબુસર તાલુકાના વેડચ ગામે આવેલ મોર વગા પ્રાથમિક શાળાની એક બાળકીને કરંટ લાગતા ઘટના સ્થળેજ બાળકીનું કરુણ મોત નિપજ્યું હતું. બપોરની રિશેષના ટાઇમે ઘટના સર્જાઈ હતી. મોરવગામાં આવેલ અંબાજી માતાના મંદિરે લગાવવામાં આવેલ તાર ફેન્સીંગમાંથી કરંટ લાગતા સાત વર્ષીય કાજલબેન હરેશભાઈ જાદવનું મોત નીપજ્યું હતું.

ઇજાગ્રસ્ત બાળકીને 108 મારફતે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવતા ડોક્ટરે મૃત જાહેર કરી હતી. પરિવારે એકની એક દીકરી ગુમાવતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતુ.


Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com