આગામી મોહરમના પર્વને ધ્યાનમાં રાખી પોલીસ સબ ઇન્સ્પેકટર રાજેન્દ્રસિંહ અસવારના અધ્યક્ષ સ્થાને આમોદ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી.

જેમાં હિન્દુ – મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ આમોદ નગરમાં ઉજવાતા દરેક ધાર્મિક તહેવારો કોમી એખલાસ ભર્યા વાતાવરણમા શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં આવતા હોવાનું જણાવ્યું હતું. આમોદના પોલીસ સબ ઇન્સ્પેકટર રાજેન્દ્રસિંહ અસવારે સૌને આમોદ નગરમાં શાંતિ જાળવવા અપીલ કરી હતી.

તેમજ સમય મર્યાદામાં તાજીયાનું ઝુલુસ પૂર્ણ કરવા સૂચના આપી હતી.શાંતિ સમિતિની બેઠકમાં નાઝુ બાપુ,જૈમિન પ્રજાપતિ,નવીન પરમાર સહિત તાજીયા કમિટીના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com