Geo Gujarat News

અંકલેશ્વર: શ્રીનંદ ટ્રાવેલ્સના માલિકે ચાલુ વરસાદે ટ્રાફિકમા ફરજ બજાવતા કર્મીઓને રેઈનકોટનુ વિતરણ કરી માનવતા મેહકાવી

ઉનાળાનીની કાળઝાળ ગરમી હોય શિયાળાની કડકડતી ઠંડી હોય કે પછી ધોધમાર વરસાદ વરસતો હોય ટ્રાફિક સિઞનલ પર ટ્રાફિક જવાન પોતાની ફરજ બજાવતા હંમેશા દેખાતા હોય છે. અંકલેશ્વર ખાતે ટ્રાફિકનુ ભારણ વધતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ વર્ષી રહ્યો છે તેવામાં પણ સતત પોતાની ફરજ બજાવતા ટ્રાફિક પોલીસને જોઈ અંકલેશ્વરની શ્રીનંદ ટ્રાવેલ્સના માલિકે જોતા તેમણે વિચાર્યું કે આ ટ્રાફિક પોલીસ જવાનો માટે આપણે કઈક કરવુ જોઇએ જે વિચારને અમલમાં લાવતા આજ રોજ તેમના દ્વારા વાલિયા ચોકડી ખાતે ફરજ બજાવતા તમામ ટ્રાફિક પોલીસ જવાનોને રેઈનકોટનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આમ અંકલેશ્વરની શ્રીનંદ ટ્રાવેલ્સના માલિકે ચાલુ વરસાદે પણ પોતાની ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ જવાનોને રેઈનકોટનુ વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *