દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે ઉપર આમોદ તાલુકાના માતર ગામ નજીક બ્રીજ ઉપર અલ્ટો ગાડીના ચાલકે ઓવર ટ્રેક કરવા જતાં ટેન્કર સાથે અકસ્માત સર્જાયો હતો.જેમાં ડ્રાઇવર સાથે બેઠેલા આધેડને ગંભીર ઇજા થવાથી તેઓનું મોત નિપજ્યું હતું. જ્યારે ડ્રાઇવરને સામાન્ય ઇજાઓ થતાં તેમને આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ અલ્ટો ગાડીના ચાલક ભાયલાલભાઈ માનસિંહ સિંધા મારૂતી અલ્ટોમાં પ્રફુલચંન્દ્ર કરુણાશંકર પંડ્યાને સાથે લઈ ભરૂચના ચાવજ ખાતે મૈયતમા ગયા હતા. સવારના સાતેક વાગ્યે ચાવજ ગામેથી મૈયતની વિધી પતાવી ઘરે પરત ફરતી વખતે દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇ વે ઉપર સવારે ૮.૩૦ કલાકે આમોદ તાલુકાના માતર ગામ નજીક આવેલ બ્રીજ ઉપર અલ્ટો ગાડીના ચાલક ભાયલાલભાઇ સિંધાએ પોતાની ગાડી ઓવર ટ્રેક કરવા જતાં આગળ ચાલતા ટેન્કર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

જેમાં તેમની સાથે બેઠેલા પ્રફુલચંન્દ્ર કરૂણાશંકર પંડ્યાને માથાના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઇજા થતા તેઓ બેભાન થઈ ગયા હતા. જ્યારે ડ્રાઇવરને સામાન્ય ઈજાઓ થઈ હતી. જેથી બંનેને ૧૦૮ મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં હાજર તબીબે પ્રફુલચંન્દ્ર કરુણાશંકર પંડ્યા ઉ.વ.૬૦ ને મરણ જાહેર કર્યા હતા.


અને ડ્રાઈવર ભાયલાલભાઈને પ્રાથમીક સારવાર આપી રજા આપવામાં આવી હતી. બનાવ અંગે આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com