ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪માં શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન સમગ્ર દેશમાં સ્વચ્છતા અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે નિમિત્ત બની રહ્યું છે. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત જોગવાઈના આયોજન/અમલીકરણ અને અસરકારક કામગીરી બાબતના સફળ પ્રયાસના ભાગરૂપે ગતરોજ સવારે 11 કલાકે જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયોજન ભવન ખાતે જિલ્લાકક્ષાની બે દિવસીય તાલીમ યોજાઈ હતી.

જિલ્લાકક્ષાની તાલીમમાં તાલુકા કક્ષાના તમામ બી.સી.સી.સી, એન્જિનિયર, સુપરવાઇઝર સહિતના કર્મચારીઓને સ્વચ્છતાના મુખ્ય મુદ્દાઓ, યોજનાકીય વિવિધ ઘટકવાર કરવાની થતી કામગીરી, ઘન અને પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન, સામુહિક શોકપીટ, સેગ્રીગેશન, ઘટકવાર એસ્ટિમેન્ટ મુજબ ડિઝાઇન પ્રમાણે કરવાની કામગીરી વગેરે મૃદ્દાઓને આવરી લઈને પ્રેઝન્ટેશનના માધ્યમથી વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com